રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. રાજકોટમાં ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પટેલ પરિવાર પતિ-પત્ની અને તેમની એક દીકરી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડીને ક્યાય જતો રહ્યો છે. એટલું જ નહિ પોતાની હૈયા વારાળ થાલવતા પત્રો લખ્યા છે જેમાં તેઓએ સંપૂર્ણ વિગતો લખી છે. આ અંગે આજરોજ રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે આ અંદાજીત રૂ. ૮ કરોડની રૂપિયા અંગેની લેતી દેતીનો મામલો છે. આ મામલો વ્યાજનો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું નથી.
રાજકોટનો પરિવાર ગુમ થયાનો મામલે શું અપડેટ આવ્યું, ક્રાઇમ બ્રાંચે કરી આ કાર્યવાહી
આ મામલે રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવતા કહ્યું કે પરિવારની શોધખોળ ચાલી રહી છે. અને પ્રાથમિક તપાસમાં ધંધામાં ભાગીદારો વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો લાગી રહી છે.
ઘટનાની સમગ્ર વિગત જાણીએ તો, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન વિલામાં રહેતો પટેલ પરિવાર ઘર છોડી ચાલ્યો ગયો છે. 40 વર્ષીય મકવાણા વિજય ગોરધનભાઈ અને તેમના પત્ની કાજલ તથા 11 વર્ષીય દીકરી ઘર છોડી નાસી છૂટ્યા છે. તેઓએ પત્ર લખી આપવીતી રજૂ કરી છે. વિજયભાઈ ખાનગી ટ્યુશન ક્લાસિસનો વ્યવસાય કરે છે. તેઓએ પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. તેઓ પત્રમાં ઉલ્લેખ કરેલો છે. વ્યાજે લીધેલા આ રૂપિયાના બદલામાં તેઓએ પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધો હતો. જો કે પઠાણી ઉઘરાણીથી કંટાળી તેઓ ઘરે મૂકીને જતા રહ્યા છે.
ઘરેથી ક્યાંક જતા રહેલા વિજયભાઈ ના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરીશ છે જેમાં તેઓએ વિજયભાઈએ લખેલા પત્રો પણ જમા કારાવ્યા હતા. જો કે આજરોજ મીડિયાને સંબોધતા રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ વિગત આપતા પ્રાથમિક તપાસમાં આ વાતને નકારી મામલો વ્યાજનો નહીં પણ ભાગીદારીનો હોવાનું તારણ આપ્યું હતું
વાંચો શું છે સમગ્ર મામલો
બીજી બાજુ પત્રોમાં વિજયભાઈએ એવુ જણાવ્યું છે કે jo 13 તારીખ સુધીમા તેમની કોઈ ભાળ ના મળે તો ત્રણેય ને મરી ગયેલા સમજવા. સાથે જ વિજયભાઈએ લખ્યું કેમ તેઓ પરિવાર સાથે આપઘાત કરીશ લેશે. ત્યારે વહેલી તકે સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગણી વિજયભાઈના ભાઈએ કરી છે.