- મહાનગર પાલિકાના અધિકારીની ઓળખ આપી આરોપીએ પરાણે કાર હંકારતા પોલીસ અધિકારી ઘાયલ
શહેરમાં ઠેર ઠેર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં માનવ મહેરામણ ઉમટી પડી હતી. જેના કારણે શહેરની પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ફરજ બજાવી રહી હતી. પરંતુ કાર્યક્રમના વિવીઆઇપી પ્રવેશ દ્વાર પાસે એક કાર ચાલકે પોતે મહાનગર પાલિકાના અધિકારીની ઓળખ આપી પોલીસ સાથે રકઝક કરી પરાણે કાર હંકારી દેતા પોલીસ અધિકારી ઘાયલ થયાની ફરિયાદ પ્રનગર પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.જાડેજાએ ફરિયાદમાં જીજે ૦૩ એચઆર ૯૪૨૧ નંબરની કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે, પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળ બાબા બાગેશ્વર મહારાજના એન્ટ્રી ગેઇટ પર જુની એનસીસી ચોક પાસે પ્રવેશ દ્વાર પર બંદોબસ્તમા હતા. અમારી સાથે ભક્તિનગર પોલીસના હેડકોન્સ્ટેબલ ઘર્મેશભાઇ વોકીટોકી સેટ સાથે,કોન્સ્ટેબલ અમિતસિંહ ચૌહાણ,નંદલાલ હિંમતલાલ સાથે તથા મહિલા પુજાબેન તથા આયોજન સમિતિ દ્વારા બાઉન્સરો રોકાયા હતા.
અમે અમારી બંદોબસ્ત ફરજમાં હતા દરમ્યાન સાંજે આઠેક વાગ્યે એક કાર ચાલક પોતાની જીજે ૦૩ એચઆર ૯૪૨૧ લઇ કાર પાસ કે પ્રવેશ પાસ વિના અંદર પ્રવેશ કરવા માંગતા હોય તેને ફરજ પરના બાઉન્સર કિશનભાઇ ગુપ્તાએ રોકતા તેઓ પરાણે પ્રવેશ લેવા માગતા હોય અને પોતે મહાનગર પાલીકાના અઘીકારી હોવાનુ જણાવ્યું હતું. પરંતુ કોઇ ઓળખ પત્ર કે પ્રવેશ પાસ બતાવેલ ના હોય જેથી અમોએ તેઓને રોકતા અને ગ્રાઉન્ડમા પાર્કીંગની જગ્યા ન હોય બહાર પાર્કીંગમાં કાર પાર્ક કરી અંદર આવવા જણાવતા તેઓ માન્યું નહી અને પોતાની કાર બેફીકરાઇથી ચલાવી અમો વચ્ચે ઉભા હતા ત્યા અમારા ડાબા પગનો સાથળ તથા ઘુંટી સાથે અથડાતા અમોએ તેમને ઉગ્ર અવાજે બહાર જવા જણાવ્યું હતું.
જેથી તે કાર ચાલક ઝઘડો કરવાના ઇરાદે નીચે ઉતરી પોતે મહાનગર પાલીકાના અધીકારી છે. પોતાને કોઇ રોકી શકે નહી તેવો રોફ બતાવી અમારી ફરજમાં રુકાવટ કરી અમેં પ્રવેશ નહી આપતા પરાણે પોતાની કાર લઇ પ્રવેશ કરાવી અને અમારા સુપરવિઝન અધીકારીને જાણ કરતા બંદોબસ્ત પુર્ણ કરી ફરિયાદ નોંધાવી છે.આ મામલે હાલ કાર નંબરના આધારે તેમની શોધખોળ આદરી છે.