પોસ્ટ, UIDAI અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અભિયાન ચલાવાશે : દરેક પોસ્ટ ઓફિસમાં જઈને લોકો મોબાઈલ નંબર ઓન ધ સ્પોટ અપડેટ કરાવી શકશે

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની ઝુંબેશ આજથી શરૂ થઈ છે. આના માટે રાજકોટ જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક પોસ્ટ ઓફિસમાં જઈને લોકો મોબાઈલ નંબર ઓન ધ સ્પોટ અપડેટ કરાવી શકશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (ઈંઙઙઇ) પ્રોજેકટ અંતર્ગત ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (ઞઈંઉઅઈં), પોસ્ટ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના આજથી આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે જિલ્લામાં આ ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે.

જે માટે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ પ્રોજેકટ રાજકોટ જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે અમલમાં મુકવામાં આવ્યો છે.દરેક પોસ્ટ ઓફિસમાં જઈને લોકો મોબાઈલ નંબર ઓન ધ સ્પોટ અપડેટ કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે આધાર મોબાઇલ નંબર અપડેટ કરીને લાભાર્થીની ઓળખ વિવિધ સેવાઓ માટે આધાર ઓટીપી દ્વારા કરી શકાય છે

જેમ કે સરકારી પીડીએસ / ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ રાશન મેળવવું, નવા મોબાઇલ સિમ કનેક્શન માટે કેવાયસી, આધાર કાર્ડ વિગતોને ઓનલાઇન અપડેટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ સેવાઓનો વપરાશ, આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફને લગતી સેવાઓ વગેરે સરળતાથી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.