ગ્રાહકોને પરિણામલક્ષી સમાધાન આપવાનો અભિગમ: આગામી દિવસોમાં ડિજિટલ માર્કેટિંગમાં પણ પગ પ્રસારશે કેમ્પેઈન એડ ઇવેન્ટ
રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી કેમ્પિયન એડ એજન્સી તેમની સેવા ગ્રહકો પુરી પાડી રહી છે. સફળતાના 25 વર્ષ બાદ કેમ્પિયન એડ હવે નવા રંગ રૂપ સાથે કોર્પોરેટ ઈવેન્ટ જગતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા કેમ્પિયન એડ ઇવેન્ટનું દબદબાભેર શુભારંભ કર્યું છે.કોર્પોરેટ ઇવેન્ટ જેવી કે પ્રેસ કોન્ફરન્સ,સેમિનાર,એવોર્ડ સેરેમની સહિતની તમામ ઈવેન્ટની ગ્રાહકોને સર્વિસ પુરી પાડવા ધર્મેશભાઈ શાહ તથા તેમની ટીમ તત્પર રહેશે.ગ્રાહકોને એક જ છત નીચે તમામ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવા કેમ્પિયન એડ ઈવેન્ટનું શુભારંભ કરવામાં આવ્યું છે.
ડિજિટલ માર્કેટિંગમાં પણ પગ પસારો કેમ્પિયન એડ કરી રહ્યું છે આવનારા સમયમાં ડેડીકેશન સાથે શરૂઆત કરશે. ગ્રાહકો અને માત્ર આઈડિયા કેસ્ટેટ અરજી બનાવીને આપવાની નહીં પરંતુ આ બંને પ્રક્રિયાને અંતિમ તબક્કા સુધી પહોંચાડવાની કાર્ય કરવાની પદ્ધતિ રહેશે. ગ્રાહકોને પરિણામ લક્ષી સમાધાન આપવાનો અભિગમ રહે છે. પ્રિન્ટ ડિજિટલ રેડિયો આઉટડોર બાદ હવે ઇવેન્ટમાં પણ કેમ્પિયન એડે ઝંપ લાવ્યું છે. રાજકોટના મીડિયા જગતનો ખૂબ સહયોગ મળ્યો છે. અમારી સફળતામાં એમનો પણ શ્રી ફાળો છે. રાજકોટના ગ્રાહકને રાજકોટથી જ પ્રોફેશનલ સર્વિસ મળી રહે એવો અભિગમ રહેશે. કેમ્પિયન એડ ઇવેન્ટ ચાર માળની વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી બિલ્ડીંગ ઊભી કરવામાં આવી છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબની તમામ સર્વિસ પુરી પાડવા કેમ્પિયન એડ ઇવેન્ટના ટીમ મેમ્બર ખડે પગે રહેશે.
25 વર્ષની સફર સાથે કોર્પોરેટ હાઉસના ઉદ્ઘાટનની બમણી ખુશી:ધર્મેશભાઈ શાહ
કેમ્પિયન એડ ઇવેન્ટના ધર્મેશભાઈ શાહ એ જણાવ્યું કે, રાજકોટમાં 25 વર્ષની સફળ સાથે કોર્પોરેટ હાઉસ નું ઉદઘાટન થઈ રહ્યું છે.ત્યારે બમણી ખુશી થઈ રહી છે. ગ્રાહકોને અમે 360 ડિગ્રી સોલ્યુશન અને સર્વિસ આપી રહ્યા છીએ. અમદાવાદ ઓફિસ શરૂ કરી છે તેમજ ધીમે ધીમે વૃદ્ધિ તરફ આગળ વધવાના હર હંમેશ અમારા પ્રયાસ રહેશે.