બીજા ક્રમે જેતપુરની હિરપરા કોલેજ અને રાજકોટની ભાલોડીયા કોલેજ ત્રીજા નંબરે રહી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મોરબીની નવયુગ કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓ-બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કોલેજની 30થી વધુ ટીમોએ અને 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.
ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.
મળતી માહિતી મુજબ બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 30થી વધુ ટિમો વચ્ચે જંગ જામ્યો હતો અને અંતે આંતર કોલેજ વોલીબોલ બહેનો સ્પર્ધા પ્રથમ બી. વી. ધાણક કોલેજ – બગસરા, દ્વિતીયપી. એસ. હિરપરા કોલેજ – જેતપુર, તૃતીય શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ – રાજકોટ અને ચતુર્થ – મહિલા કોલેજ – ખામટા રહી હતી.