બીએનઆઈ રાજકોટ તથા મોરબી, જામનગર, ગાંધીધામના રીજીયન વચ્ચે તા.19મીએ તેમજ તા.20 થી 22 રાજકોટ રીજીયનની 6 ટીમો વચ્ચે રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું સુંદર આયોજન ગારડી કોલેજ ખાતે કરવામાં આવેલ છે.રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન 3ના મુખ્ય સ્પોસરર સિનર્જી હોસ્પિટલ છે. અને કો. સ્પોન્સરર એલીગન્ટ વેલ્થ પ્રા.લિ. તથા ડાયમંડ શીંગ છે.વેન્યુ પાર્ટનર ગારડી કોલેજ તેજ હોસ્પિટાલીટી પાર્ટનર ફીનીકસ રીસોર્ટ છે. આયોજકોએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતુકે આ ટુર્નામેન્ટ યોજવાનું મુખ્ય કારણ રાજકોટ સાથે સંકળાયેલા વેપાર ઉદ્યોગના માલીકો એક બીજાથી નજીક આવે અને કર્મચારીઓ પણ એક બીજાના ઓળખતા થાય તે જ છે.
આયોજકોએ ‘અબતક મીડિયા હાઉસ’ની મુલાકાત લઈ માહિતી આપી: 22 જાન્યુઆરી સુધી ગારડી કોલેજ ખાતે 6 ટીમો વચ્ચે જંગ જામશે: વિજયભાઈ અઘેરા શ્યામભાઈ ઘેડીયાની ટીમ દ્વારા સંપૂર્ણ દેખરેખ
અબતક મીડીયા હાઉસે બીઝનેશ લીગના રાજેશભાઈ સવનીયા, ડો. દર્શન જાની, ડો. કુર્નાલ કલ્યાણી, ડો. તુષારઉદેશી અને મનીષ કાપડી હાજર રહ્યા હતા. તા.19થી 22 દરમિયાન દરેક બીએનઆઈ મેમ્બર તથા તેમના ગેસ્ટને ગેઈમ નિહાળવા તેમજ જમવાની વ્યવસ્થા રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન 3 દ્વારા કરેલ છે.ક્રિકેટની સીઝન આવતી હોવાથી સંપૂર્ણ ઈવેન્ટનું આયોજન વિજયભાઈ અધેરા તેમજ શ્યામભાઈ ઘેડીયાએ સરસ રીતે દરેક ટીમ અને સ્પોસરને પૂરતો રીસ્પોન્સ મળે તેવી દેખરેખ રાખેલ છે.
સ્ટેટ લેવલના મેચની જેમ ડીજે, સાઉન્ડ, લાઈટ, એલઈડી, યુ-ટયુબ લાઈવ, ઓનસાઈટ મેડિકલની સુવિધા તેમજ દરેક નાનામાં નાની મેચને લગતી સુવિધાઓ ટીમને પૂરી પાડવામાં આવેલ છે. 6 ટીમમાં દરેક ટીમને ટીમ વાઈઝ ફ્રી કોમ્પ્લીમેન્ટરી સ્પોર્ટસ યુનિફોર્મ એનાયત કરવામાં આવેલ છે.દરેક મેચ પછી મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેટસમેન ઓફ ધ સિરીઝ, બોલર ઓફ ધ સિરીઝ તેમજ ચેમ્પીયન ટીમને વિવિધ ઈનામોથી નવાઝવામાં આવશે.ક્રિકેટ સ્પોર્ટસની સાથે સાથે બિઝનેસ પણ મેમ્બર્સને મળી રહે તેમજ મેમ્બર્સ એકબીજાને મળીને નેટવર્કિંગ કરી શકે તે માટેની આ રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન 3નું આયોજન કરેલ છે. વધુ વિગત માટે મો. 90330 22330 જતીનભાઈ શાહને સંપર્ક કરવા અનુરોધ.