વધુ 3500 વૃક્ષોનું વાવેતર તેમજ 5 બગીચાઓનું રીડેવલપમેન્ટ કરાશે અંદાજે એક કરોડ પચાસ લાખ જેવી માતબર રકમનો ખર્ચ વૃક્ષારોપણ કાર્ય કરાશે
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા યુથ વિંગ તેમજ વુમન્સ વિંગ દ્વારા સદ્ભાવના ટ્રસ્ટ નાં સહયોગથી અંદાજે એક કરોડ પચાસ લાખ જેવી માતબર રકમનો ખર્ચ કરી રાજકોટને હરીયાળુ બનાવવા તરફ એક ડગ માંડયું છે . જેમાં મોરબી ચોકડી થી માલીયાસણ તરફ , 150 ફુટ રીંગ રોડ , રાજકોટ ખાતે સાત કિલીમીટરનાં એરીયામાં 1500 થી વૃક્ષોનું વાવેતરનો કાર્યક્રમ રવિવાર સવારે 9.30 કલાકે કરવામાં આવનાર છે . તેમજ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન બહુ જ ટુંકા ગાળામાં 3500 વૃક્ષો રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જુદા જુદા વિસ્તારમાં આવેલ પાંચ ગાર્ડનને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવાનો નિર્ધાર પણ કરેલ .
આ કાર્યક્રમમાં અરવિંદભાઈ રૈયાણી – મંત્રી રાજ્ય સરકાર , ડો.પ્રદિપભાઈ ડવ – મેયર રાજકોટ મહાનગર , કમલેશભાઈ મીરાણી – પ્રમુખ રાજકોટ શહેર ભાજપ , પુષ્કરભાઈ પટેલ ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી , રા.મ્યુ.કો. , અરૂણ મહેશ બાબુ – કલેકટરીન, દેવ ચૌધરી ડી.ડી.ઓ રાજકોટ , નારણભાઈ ચૌધરી — સી.ઈ.ઓલ રૂડા સહીતનાં અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં પ્રેરક હાજરી આપશે .
આ વૃક્ષા રોપણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં વેગવંતુ બનાવવા પ્રેરણા બની રહેશે . આ કાર્યક્રમને સફળ બનાવવા વૃક્ષા રોપણ અને હરીયાળી ક્રાંતી લાવનાર અનેક એવોર્ડથી સન્માનીત થનાર સદ્ભાવના ટ્રસ્ટનાં વિજયભાઈ ડોબરીયાનો સંપૂર્ણ સહયોગ સાંપડયો છે.
ઉપરોકત વૃક્ષા રોપણનાં કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા યુથ વિંગ તેમજ વુમન્સ વિંગનાં તમામ સભ્યઓએ જહેમત ઉઠાવી રહયા છે .