- નિર્વસ્ત્ર ફોટો પાડી બ્લેકમેલિંગ : સોનાની વીટી પડાવી લેનાર મહિલા સહીત પાંચ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર રહેતા એક બિલ્ડરને મિસકોલ કરીને જૂનાગઢની એક યુવતીએ મિત્રતા કેળવી ફ્રેન્ડશીપ કરી હતી અને બાદમાં ઘરે મળવા બોલાવીને નિર્વસ્ત્ર ફોટો પાડીને 25 લાખની માંગણી કરીને સોનાની વીટી પડાવી લીધાની યુવતી સહીત પાંચ શખ્સો સામે ફરિયાદ પોલીસ દફ્તરે નોધાઈ છે.
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ વિસ્તારમાં રાજમંદિર એપાર્ટમેન્ટમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનો ધંધો કરતા ધર્મેશ પ્રવિણભાઈ પંડયા ઉ.38 એ આજે જૂનાગઢના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢની રૂહી પટેલ, રવિ, જયસુખ રબારી, સાગર અને મંજુલા હીરપરા નામની મહિલા સામે ફરિયાદ નોધાવી છે, જેમાં એવું જણાવ્યું છે કે, ધર્મેશ ગત તા.8 એપ્રિલે ગુંદાવાડીમાં આવેલી તેની એક સાઈટ ઉપર જતો હતો.ત્યારે તેના મોબાઈલમાં એક કોલ આવ્યો હતો, પરંતુ તે ઉપાડી શક્યો ન હતો, બાદમાં ધર્મેશે તે નંબર ઉપર કોલ કર્યો ત્યારે સામેથી રૂહી પટેલ બોલે છે અને ભૂલથી મિસકોલ લાગી ગયાનું કહીને વાતચીત શરુ કરી હતી, પોતે એકટીવાના શો રૂમમાં નોકરી કરતી હોવાનું જણાવી ધર્મેશ સાથે વોટ્સઅપમાં વાતચીત શરુ કરી હતી, અને ફ્રેન્ડશીપ કરવાની ઓફર કરી હતી,
ત્યારે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.બાદમાં બંને વોટ્સઅપમા વાત કરતા અને એક દિવસ રૂહીએ કહ્યું કે, તા.12 ના રોજ તેના ઘરે કોઈ નથી, ઘરના સભ્યો પ્રસંગમાં જવાના છે, તેમ કહીને ધર્મેશને મળવા જૂનાગઢ બોલાવતા ધર્મેશ તા.12 ના રોજ એસટી બસમાં બેસીને મજેવડી દરવાજાએ ઉતર્યો હતો, ત્યારે રૂહી એકટીવા લઈને આવીને ધર્મેશને બેસાડી જોશીપરામાં સુભાષનગરમાં આવેલ એક મકાને લઈ ગયેલ હતી.ત્યાં ઘરમાં આવતાની સાથે જ ધર્મેશનો શર્ટ ઉતારી યુવતીએ પણ કપડા કાઢી નાખ્યા હતા, તે અરસામાં ઘરમાં અન્ય આરોપીઓ વારાફરતી આવ્યા અને અહીં શું કરો છો કહીને ધમકાવ્યા હતા, અને તેઓ રૂહીના ભાઈ અને સગા થતા હોવાની ઓળખ આપીને લાકડાના બેટ વડે મારવાની કોશિષ કરીને કહ્યું કે, આ તારા નિર્વસ્ત્ર ફોટા પાડેલા છે, તારે 25 લાખ આપવા પડશે નહિતર તારી ઉપર બળાત્કારનો કેસ કરીશું.
ત્યારે ધર્મેશ પાસે લખાણ કરાવ્યું કે, તેને ત્રણ મહિનામાં 25 લાખ આપવા પડશે, જેમાંથી સાત લાખ રૂપિયા સોમવારે આપવાની વાત કરીને ધર્મેશના હાથમાં રહેલી સોનાની 40 હજારની એક વીટી, આધારકાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પડાવી લઈને રવિ નામનો શખ્સ તેને બાઈક ઉપર રાજકોટ ઘરે મુકી ગયો હતો. બાદમાં ધર્મેશે ઘરે આવીને વાત કરતા આજે તમામ આરોપીઓ સામે બી ડિવીઝન પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અને પોલીસે તપાસ શરુ કરી છે.