રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન હરહંમેશ સમાજ માટે અનેકવિધ સામાજીક કાર્યમાં આગળ પડતી રહી છે. ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અતિ વરસાદને અનેક ગામડા-શહેરનો પારાવાર નુકશાન થયું છે. નાના માણસોની બહોળી સંખ્યામાં જાન-માલની નુકશાની થઈ છે. અનેક પરિવારોની રોજી-રોટીનાં સાધનો છીનવાઈ બેરોજગાર બની ગયા, આવી તારાજી પામેલ વિસ્તારને ઝડપથી પાછા બેઠા કરવા અનેક સંસ્થાઓ રાહતનો ધોધ વરસાવી રહી છે.રાજકોટ બિલ્ડર્સ એસોસીએને બિલ્ડર્સ મિત્રોના આર્થિક સહકારથી  જેવી માતબર રકમ ઉત્તર ગુજરાતનાં પુર પીડિતો માટે એકઠી કરેલ છે. આ રકમનો ચેક ધાનેરા ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં આજરોજ જમા કરાવવામાં આવ્યો છે. આ રાહતનાં કામમાં અમદાવાદના બીલ્ડરો તરફથી  લાખ, સુરતના બીલ્ડરો તરફથી ૧.૨૨ કરોડ, બરોડાના બીલ્ડરો તરફથી લાખ જેવી મોટી રકમ આ પુર પીડિતો માટે એકઠી કરી રાહતનાં કામમાં આપવામાં આવનાર છે.ચેક અર્પણ કરવા આજરોજ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરાની આગેવાની હેઠળ સ્મીત કનેરીયા, મુકેશ શેઠ, સમીર ગામી, ધ્રુવિક જી.તળાવીયા, સુજીત ઉદાણી, અમીત ત્રાંબડીયા, અનીલ જેઠાણી, બાકીર ગાંધી, મીહીર મણીઆર, વાય.બી.રાણા, દિલીપ લાડાણી, નીખીલ પટેલ, દીનેશ ઢોલરીયા, કિશોર કોટેચા, વિક્રાંત શાહ, આદિત્ય લાખાણી, ચેતન રોકડ, હાર્દિક શેઠ, રણદીર જાડેજા, ‚ષીત ગોવાણીએ સક્રિયતાથી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.