1074 વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કુલના ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનું સન્માન તથા ગણવેશ વિતરણ કાર્યક્રમ આગામી સોમવારે યોજાશે આ અંગે સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન ભાવેશભાઈ દેથરીયા
એવધુમાં જણાવ્યું હતુ કે મહાપાલિકા સંચાલિત હાઈસ્કુલના ધોરણ-10 અને ધોરણ-12ના ટોપ-10 તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગણવેશ વિતરણ કાર્યક્રમ તા.05 , સોમવારના રોજ સવારે 10 કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાપર-વેરાવળ ઇન્ડ.એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, પરસાણા ઇન્ડસ્ટ્રીઝના શંભુભાઈ પરસાણા, રોલેક્ષ રીંગ્સ લી.ના મનીષભાઈ માડેકા તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.
મહા પાલિકા દ્વારા કુલ-6 હાઈસ્કુલ ચાલે છે, તેમાં ચાર હાઈસ્કુલ ધોરણ-9 અને 10 સુધી છે. બે હાઈસ્કુલમાં ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહનું શિક્ષણ વિનામુલ્યે આપવામાં આવે છે. હાલમાં કુલ-1074 વિધાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરે છે. દર વર્ષે વિદ્યાર્થીને બે જોડી ગણવેશ (જીન્સ, ટી-શર્ટ, મોજા) એક જોડી બુટ તથા એક સ્કુલબેગ આપવામાં આવે છે.