રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ બ્રાન્ચ એવોર્ડ હાંસલ કરી ગૌરવ અપાવ્યું
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાન્ચ સ્ટુડન્ટ એસો.ને તાજેતરમાં જવલંત સફળતા હાંસલ કરી છ.. જેમાં રાજકોટના વિઘાર્થી એસોસીએશનને ‘મીડીયમ બ્રાંચ કેટેગરી’માં શ્રેષ્ઠ કામગીરી બદલ સમ્માનિત કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટનટસ સ્ટુડન્ટસ એસો. (ઠઈંઈઅજઅ) રાજકોટ બ્રાન્ચ એ સીએ વિઘાર્થીઓની પાંખ ૨૦૦૨ થી કાર્યરત છે. જે વિઘાર્થીઓ માટે વિવિધ પ્રકારની અનેક પ્રવૃતિઓ કરે છે.
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનો રાષ્ટ્રીય સ્તરનો વર્ષ ૨૦૨૦નો વાર્ષિક એવોર્ડ સમારંભ આઇ.સી.એ.આઇ. નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર ભારતની ૧૬૪ શાખાઓ પૈકી રાજકોટના વિઘાર્થી એસો.ને મિડીયમ બ્રાંચ કેટેગરી માં શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર રાષ્ટ્રમાં પહેલા ક્રમે સન્માનીત કરવામાં આવેલ, આ એવોર્ડ રાજકોટ બ્રાંચ સ્ટુડન્ટ શાખાના ચેરમેન સીએ હાર્દિક વ્યાસને આઇ.સી.એ.આઇ. ના રાષ્ટ્રીય પ્રમુઅ સીએ અતુલકુમાર ગુપ્તાના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો.
રાજકોટના વિઘાર્થી એસોસિએશનને મીડીયમ બ્રાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સમ્માનિત કરાયા
આખા વર્ષ દરમિયાન રાજકોટ ખાતે ર રીજીઓનલ કોન્ફરન્સ, ર રીજીઓનલ એક દિવસીય સેમીનાર, અલગ અલગ શાખાઓ સાથે ૪ જોઇન્ટ સેમીનાર, ૧૦ જેટલા વિવિધ ઉપયોગી વિષયો પર ટ્રેનીંગ વર્કશોપ અને કરિયર કાઉન્સીલ પ્રોગ્રામ, ર૬ જેટલા પરિક્ષાલક્ષી રિવીજન માટેના સેન્સ, મોટીવેશનલ સેમીનાર, આ ઉ૫રાંત કિવઝ અને ઇલોકયુસન કોમ્ટિટિશન, ઇન્ડોર ગેમ અને આઉટ ડોર ગેમ કોમ્પીટીશન સીએ, સપ્તાહની ઉજવણી દરમિયાન યુથ ફેસ્ટીવલનું પણ આયોજન કયારેક હતું. વિઘાર્થીઓને ખુબ જ ઉપયોગી થાય તેવી ર ઇન્ડસ્ટરિયલ અને ર એજયુકેશન ટ્રેઇનીંગ પણ કરેલ હતી.
સૌ પ્રથમ વખત રાજકોટ ખાતે સીએ વિઘાર્થીઓને પરિક્ષામાં ઉપયોગી નીવડે એ માટે રાજકોટ બ્રાંચ દ્વારા સીએ પરિક્ષામાં રાષ્ટ્રીય કક્ષાએ રેન્ક આવેલા વિઘાર્થીઓ દ્વારા પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તે બાબતે ઓનલાઇન માર્ગદર્શક સેમીનાર પણ કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના જેવી મહામરીમાં પણ વિઘાર્થીઓને ઉપયોગી થાય તેવી આટલી બધી પ્રવૃતિઓ કરવામાં આવે છે જેના ફળ સ્વરુપે રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર આ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે.
વર્ષ દરમિયાન રાજકોટ ઠઈંઈઅજઅ ચેરમેન સીએ હાર્દિક વ્યાસ, વાઇસ ચેરમેન રક્ષિત પાબારી, ટ્રેઝરર અને સેક્રેટરી જીત કકકડ, એક્ષ ઓફીસીઓ સીએ રૈવત શાહ અને સીએ અંકિત કોઠારી, તથા મેન્ટોર સીએ ખુશ્બુ ગણાત્રા કાર્યરત રહ્યા હતા. રાજકોટ સીએ બ્રાન્ચ ચેરમેન સીએ વિનય સકરિયાનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું.