વિધાનસભા 69-70ના સમાવિષ્ટ વોર્ડ સાથે વિધાનસભા પ્રભારીઓની વોડવાઈઝ બેઠકનો પ્રારંભ
સંગઠન સંરચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ ધ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત
વિધાનસભા-69ના પ્રભારી લાલજીભાઈ સોલંકી ધ્વારા વોર્ડ નં.1,ર,3,8,9,10ના અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓ સાથે તેમજ વિધાનસભા-70ના પ્રભારી વસુબેન ત્રિવેદી ધ્વારા વોર્ડ નં.7,13,14,17ના અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓ સાથે બેઠકનો શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રારંભ થયો હતો. જેમાં વિધાનસભા-69ના સમાવિષ્ટ વોર્ડ માટે લાલજીભાઈ સોલંકી તેમજ વિધાનસભા-70ના સમાવિષ્ટ વોર્ડ માટેં વસુબેન ત્રિવેદી ધ્વારા પાર્ટી ધ્વારા યોજાનાર આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ-શક્તિકેન્દ્રો, પેજપ્રમુખ- પેેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરાયેલ હતી અને વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડાયુ હતું.આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,ધારાસભ્ય ગોિંવંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહીતના ઉપસ્થિત રહયા હતા.
આ તકે લાલજીભાઈ સોલંકી અને વસુબેન ત્રિવેદીનું ખેસ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વિધાનસભા-70ના પ્રભારી વસુબેન ત્રિવેદી તેમજ વિધાનસભા-69ના પ્રભારી લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જનસંઘની સ્થાપનાકાળથી રાજકોટએ સંગઠન ક્ષ્ોત્રે દિશા દર્શન કરાવ્યુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સુદૃઢ બન્યુ છે અને આગામી ચૂંટણીમાં ભાજપનો ગઢ સાબીત થશે તેમજ વિધાનસભા-69ના પ્રભારી લાલજીભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે રાજકોટ વિધાનસભા-69માંથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા તેમજ રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવા ધુરંધરો આ બેઠક પરથી ચૂંટણી લડયા છે ત્યારે એ બેઠકનો પ્રભારી બનવાથી ગૌરવ અનુભવુ છુ.
આ બેઠકમાં વોર્ડમાં રહેતા અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓ જેમાં વોર્ડમાં રહેતા શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રી, વોર્ડના કોર્પોરેટર , વોર્ડમાં રહેતા શિક્ષાણ સમિતિના સદસ્યો , વોર્ડમાં રહેતા સેલ સંયોજકો , શહેરના મોરચાના પ્રમુખ,મહામંત્રી, વોર્ડમાં આવતા મોરચાના પ્રમુખ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષા અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયાએ જહેમત ઉઠાવી હતી.