પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર અને જિલ્લાના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો

ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યર્ક્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવેલ છે, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા દર શુક્રવારે ઈ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં  નગરપાલિકા સેલના પ્રદેશ ક્ધવીનર પ્રદિપભાઈ ખીમાણીએ  ‘ડો. શ્યામાપ્રસાદ મુખરજી જીવન કવન તથા વિચાર’ વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ડો. શ્યામાપ્રસાદ મુખરજી એ રાષ્ટ્રની એક્તા અને અખંડિતતા  માટે કાશ્મીર માટે બલિદાન આપ્યુ હતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજી સ્વભાવથી શિક્ષણ ક્ષ્ોત્રના માણસ હતા. 33 વર્ષની ઉંમરમાં જ તેઓ કોલકતા વિશ્ર્વ વિદ્યાલયના ઉપકુલપતી બન્યા હતા. ખુબ જ નાની વયે જ ઉપકુલપતી બનેલ હોવા છતા પણ નિર્ભયતા, રચનાત્મક અભિગમ, સુસ્પષ્ટ કલ્પનાશક્તિ, યોગ્ય આયોજન તથા વ્યવહારૂ નિતીઓ દ્વારા શિક્ષણ ક્ષ્ોત્રે નવા પ્રયોગો ર્ક્યા હતા. રાજકોટ શહેર તથા જિલ્લા ભાજપના સંગઠનને તેઓએ રાજ્યભરમાં નમૂનારૂપ ગણાવ્યું હતું.

માટે ગઠબંધનનું રાજકારણ  શરૂ કરવાનો શ્રેય ડો. મુખરજીને મળે છે. રાષ્ટ્રની એક્તા અને અખંડિતતા માટે કલમ -370 અડચણરૂપ હતી, જમ્મુ-કાશ્મીરને આ કલમ શેષ ભારતથી અલગ રાખતી હતી. ડો. મુખરજીનુ સ્વપ્ન હતુ કે કલમ-370 રદ થાય, આ માટે જ તેમણે બલિદાન આપ્યુ હતું. અંતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું સપનુ 70 વર્ષે સાકાર થયું.

ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતવાળી સરકાર સતામાં આવી, માન. નરેન્દ્રભાઈ મોદી અને માન. અમીતભાઈ શાહની દૃઢ રાજકીય શક્તિના પરીણામે કલમ-370  રદ થઈ અનેડો. શ્યામાપ્રસાદ મુખરજીને અધુરૂ સ્વપ્ન પૂર્ણ થયું. સીતેર વર્ષથી દેશ આ ઐતિહાસિક પળની રાહ જોઈ રહયો હતો. જમ્મુ-કાશ્મીર  અને   લડાખ  તથા સંપુર્ણ રાષ્ટ્ર માટે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈતિહાસ રચ્યો છે.

મોદી સરકાર ધ્વારા કલમ-370 રદ કરવાનો તેમજ જમ્મુ-કશ્મીર  અને લડાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય જે દ્રઢતાથી લીધો એ રાષ્ટ્રની એક્તા- અખંડિતતા માટે ઐતિહાસિક સાબીત થશે.આ તકે ઈ- ચિંતન અભ્યાસ વર્ગમાં પ્રદેશ ધ્વારા સાંધિક ગીત કરાવવામાં આવ્યું હતું. તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 400 થી વધુ અપેક્ષીત શ્રેણીના કાર્યર્ક્તાઓ આ અભ્યાસવર્ગમાં જોડાયા હતા.

આ ઈ-ચિંતન અભ્યાસવર્ગમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સહીત, રક્ષાબેન બોળીયા સહીતના અગ્રણીઓ  વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-ચિંતન અભ્યાસવર્ગમાં  જોડાયા હતા.આ ઈ-ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા ,સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, મનોજ ગેરૈયા, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.