અબતક,રાજકોટ
પ્રદેશ ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તાની પ્રેરક ઉપસ્થિતિમાં અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ્સ્થાને શહેરના અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે રાજયના શિક્ષણ, સાંસદો, ધારાસભ્યો સહીત શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, શુભેચ્છકો, સમર્થકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દેશને નવી દિશા મળી: સુધીર ગુપ્તા
આ તકે પ્રદેશ ભાજપ પ્રભારી સુધીર ગુપ્તાએ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારથી લઈ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ દેશને નવી દિશા આપવાનું કામ તેઓએ ર્ક્યુ છે. મોદીજીએ દેશને નવી ઉંચાઈએ લઈ જઈ વિશ્ર્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે. તેમના નેતૃત્વમાં શિક્ષ્ાણ, કૃષિ, આરોગ્ય સહીત ગરીબોના કલ્યાણ માટે અનેક કાર્યો નોંધનીય રીતે થઈ રહયા છે અને લોકોને આઝાદીના સાચા ફળ મળી રહયા છે. કેદારનાથ થી કાશી, મથુરા થી અયોધ્યા, પૂર્વ થી પશ્ર્ચીમ સમગ્ર દેશમાં બદલાવ આવી રહયો છે.ત્યારે આપણે ગુજરાતને સંગઠીત રાખી શ્રેષ્ઠ પિરણામ આપવાનુ છે.
આ તકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે કાર્યર્ક્તાઓ દેશના ઉત્થાનમાં પુરી શક્તિ લગાડી દે.ત્યારે આજનો દિવસ ગત વર્ષ અને આવનારા વર્ષનું સરવૈયુ અને ગોલ નિશ્ર્ચિત કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રી નરીેન્દ્ર્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દશે દિશાઓમાં વિક્સી રહયો છે ત્યારે આપણે સૌ કાર્યર્ક્તાઓએ ગુજરાતને ઝળહળતી સફળતા અપાવી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર્રભાઈ મોદી થી લઈ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ આગેવાનો ખુબ સારૂ કાર્ય કરી રહયા છે. ત્યારે રાજકોટ હંમેશા સંગઠનનું પાવરહાઉસ રહયુ છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ શક્તિશાળી બને તેમ જણાવ્યું હતુ.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજયના પૂર્વ તમામ મુખ્યમંત્રીઓની સરાહના કરતા જણાવેલ કે ગુજરાતે તમામ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે ત્યારે સૌરાષ્ટ્રના હબ એવા રાજકોટ પણ હંમેશા વિકાસમાં અગ્રીમ રહયુ છે, રાજકોટને હીરાસર એરપોર્ટ, એઈમ્સ તેમજ સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા દુર કરનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઈચ્છાશક્તિને પણ તેઓએ બીરદાવી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ સંગઠનની પ્રસંશા કરતા તેમણે જણાવ્યું હતું કે જન આશિર્વાદ યાત્રા તેમજ પાર્ટીના વિવિધ કાર્યક્રમોને ભ્યાતિભવ્ય રીતે સફળ બનાવી સંગઠનનું ઉતમ ઉદાહરણ રાજકોટ શહેર ભાજપે પુરૂ પાડેલ છે.
આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત કાર્યર્ક્તાઓને નુતન વર્ષના અભિનંદન પાઠવતા જણાવેલ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબળે દેશ ઉતરોઉતર પ્રગતિ કરી રહયો છે, અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના માનવીને મળી રહયો છે ત્યારે સૌ કાર્યર્ક્તાઓ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી દેશની વિકાસગાથામાં યોગદાન આપે.
આ તકે રાજકોટમાં સામાજીક, આરોગ્ય સહિતના વિવિધ ક્ષ્ોત્રે સેવાકીય પ્રવૃતિઓ નોંધનીય યોગદાન આપનારા અગ્રણીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અદકેરૂ અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભારવિધિ નરેન્દ્રસિંહ ઠાકુર અને વ્યવસ્થા જીતુ કોઠારીએ સંભાળેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, પરેશ હુંબલ શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, માધવ દવે, દિવ્યરાજસિંહ ગોહિલ, શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ, નીતીન ભુત, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, મનુભાઈ વઘાશીયા, જીગ્નેશ જોષી, યુવા ભાજપના પૃથ્વીસિહ વાળા, કીશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા, હાર્દીક બોરડ, જય શાહ, રામભાઈ પટેલ, રમેશભાઈ જોટાંગીયા, રાજન ઠકકર, ચેતન રાવલ, પી. નલારીયન, વિજય મેર, રાજ ધામલેયા, રામભાઈ ચાવડા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.