- વડાપ્રધાન છેલ્લા 10 વર્ષથી જે વિકાસ ની હરણફાળ ભરી રહ્યા છે ત્યારે આ વખતે વડાપ્રધાનના પ્રતિનિધિ ને બહુમત થી જીતાડવાના છે.
- હવે આજે મંગળવારે 12:39 વિજય મુહૂર્તમાં પરસોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી પત્ર.
Rajkot News : લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાતમાં વિવિધ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજકોટની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા એક વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મંગળવારે 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે રાજકોટમાં રૂપાલા જંગી બહુમતિથી જીતવાના વિશ્વાસ સાથે એક સભાને સંબોધી હતી જ્યાં BJPના આગેવાનોએ પણ સભાને વધુ વેગ આપતા બીજેપી અને તેની ધેશ માટેની કામગીરી વિષે વાત કરી હતી.
ભરત બોઘરા
“આ એ રાજકોટ છે જેને વડાપ્રધાન મોદીને નેતા તરીકે આપ્યા છે, ત્યારે આજે એ જ રૂપાલા સાહેબના રીપિટ કરવાની તક મળી છે. આ વખતે જંગી લીડ સાથે પરસોત્તમભાઈને જીતાડવાનાં છે. સી.આર પાટીલે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તેને પરીપૂર્ણ કરાશે.”, ભરત બોઘરા
કુંવરજીભાઇ બાવળિયા
“વડાપ્રધાન છેલ્લા 10 વર્ષથી જે વિકાસ ની હરણફાળ ભરી રહ્યા છે ત્યારે આ વખતે વડાપ્રધાનના પ્રતિનિધિને બહુમતથી જીતાડવાના છે. સૌરાષ્ટ્રની ધરતીને લીલીછમ કરવાનો શ્રેય નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણીને જાઇ છે. આગામી દિવસોમાં સૌની યોજનાનું પાણી મળતું થશે જ્યાં હજુ સુધી નથી પહોચ્યું”, કુંવરજીભાઇ બાવળિયા
વિજયભાઈ રૂપાણી
“આ વખતની ચૂંટણી દેશનો જેને વિકાસ કરવો છે , અને દેશ પાછળ રહે તેવા મનસૂબા ધરાનાર લોકો વિરૂદ્ધની છે. ભ્રષ્ટ લોકો જેલ માં છે અને જે બાકી છે તે ચૂંટણી પછી જેલમાં જશે. આ વખતે દેશ ભકિતીની સરકાર છે જે પૂર્ણ બહુમતથી જીતશે. છેલ્લા 10 વર્ષમાં જે વચન આપ્યું હતું તે પરીપૂર્ણ થયું છે. રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે , ત્યારે હવે ના 5 વર્ષ દેશ માટે મહત્ત્વનાં છે. આવનારા 5 વર્ષમાં જે દેશ નો વિકાસ થયો છે તેને વધારવાનો છે. કોંગ્રેસને મત માંગવાનો હક્ક નથી કારણ કે કોમવાદને મહત્વતા આપી હતી. રાજકોટની લીડ સવથી વધુ હસે અને કમળ થી મત પેટી છલકાશે”, વિજયભાઈ રૂપાણી
પરસોત્તમ રૂપાલા
આપ ઉમેરકાભેર પધાર્યા તેના માટે હું નતમસ્તક છું… મને મત આપવા માટે કાર્યકરોએ મહા અભિયાન હાથ ધરવાનું છે. વડીલ વંદનાનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાને પૂરું પાડ્યું છે. દેશને વિકસિત બનાવાનની ચૂંટણી છે. આઝાદી બાદ પ્રથમ વખત એવું થયું કે , 100 દિવસ માં ક્યાં કામ કરવાના છે તે આયોજન હાથ ધરાયું છે. વડાપ્રધાનના ટેકામાં આ વખતે મતદાન કરવાનું છે. યોજના બને તેનો લાભ 100 ટકા અમલ કરવાનો નિર્ધાર વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. પોત પોતાના બૂથમાં 100 ટકા મતદાન કેવી રીતે થાય તે કામ શરૂ કરી દેવાનું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા તે જરૂરી છે , મોટા મન સાથે આપ જોડાવ એજ મહત્વનું છે., પરસોત્તમ રૂપાલા
મતદાતાઓને મત આપવા અને જંગી બહુમતિથી BJPને જિતાડવાની આપીલ કરતાં “ભારત માતા કી જય” સાથે સભાને સમાપ્ત કરી હતી.
હવે આજે મંગળવારે 12:39 વિજય મુહૂર્તમાં પરસોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી પત્ર.