- ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે
- બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તેમજ ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા જીત માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.
રાજકોટથી ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે. ત્યારે સવારે 9 વાગ્યે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજશે. તેમજ બહુમાળી ભવન ખાતે જનસભાને સંબોધન કરશે. તેમજ 11.30 વાગ્યે સમર્થકો સાથે ફોર્મ કરવા જશે. તેમજ બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે.
જાગનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા
આજે સવારે રૂપાલાએ જાગનાથ મહાદેવના દર્શન કરી રેલીની શરૂઆત કરી હતી . ત્યારબાદ વિશાળ જનમેદની વચ્ચે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રેલીમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે રેલીમાં અનેક રાજકીય નેતાઓ જોડાયા હતા . કાર્યકર્તાઓમાં અનોખો આનંદ અને વિશ્વાસ જોવા મળ્યો હતો .
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલ જાહેરનામુ
લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ તા. 19.4.2024 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 તેમજ મતગણતરીની તારીખ તા. 4.6.2024 છે.