રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. રાજકોટનાં વોર્ડ નં 12માં ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં પ્રદીપભાઈ ડવ,અસ્મિતાબેન દેલવાડિયા,મિત્તલબેન લાઠીયા અને મગનભાઈ સોરઠીયા જોડાયા હતા.આ રેલીમાં બહોળા પ્રમાણમાં જનપ્રતિસાદ જોવા મળ્યો હતો.વોર્ડ નં 12નાં સ્થાનિક લોકોએ કમળ જ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.