રાજકોટ સમાચાર

રંગીલા રાજકોટમાં વાહનમાં 9 નંબર માટે એક કરોડની બોલી લાગી છે .આરટીઓ દ્વારા જાહેર કરાયેલી ફોર વ્હીલર માટેની NK  સિરીઝમાં 9 નંબર માટે રૂ. 1 કરોડ 1 લાખ 24 હજારની બોલી લાગી હતી . RTO દ્વારા ટોપ 10 નંબરની નવી સિરીઝનું લિસ્ટ જાહેર કરાયા બાદ એક પછી એક અલગ અલગ પ્રકારની ગાડીની બોલી લાગી હતી જેમાં કુલ બોલી 1 કરોડ 34 લાખ 49 હજારની બોલી લાગી છે .

NK સીરિઝમાં લાગેલી ટોપ 10 બોલી :—-

NK  સીરીઝમાં 9 નંબર માટે કથીરી ખાલીદબિન મેસનભાઇએ 10124000 ની બોલી લગાવી હતી જે સૌથી વધુ છે .

01 નંબર માટે જાડેજા પુષ્પરાજ સિંહએ 152000 ની બોલી લગાવી હતી .

07 નંબર માટે યશપાલ સિંહ જાડેજાએ 810000 ની બોલી લગાવી હતી .

1111 નંબર માટે વર્ષાબેનએ 523000 ની બોલી લગાવી હતી . .

0111 નંબર માટે ભરત કાંતિલાલએ 221000 ની બોલી લગાવી હતી .

0777 નંબર માટે જાડેજા પ્રહલાદ સિંહએ 151000 ની બોલી લગાવી હતી .

0222 નંબર માટે ધરતી દેવાંગ  નથવાણીએ 127000 ની બોલી લગાવી હતી .

9999 નંબર માટે રાઈચૂરા અલ્પા બેનએ 118000 ની બોલી લગાવી હતી .

0303 નંબર માટે યાતાયાત સંગમએ 116000 ની બોલી લગાવી હતી .

0008 નંબર માટે સુખદીપ સિંહ ચૌહાણએ 107000ની બોલી લગાવી હતી .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.