ભારે વરસાદ અને મોરબીના મચ્છુ ડેમમાંથી છોડાયેલા પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા: રપ૦ ટ્રેકમેન દ્વારા તુરંત રેસ્ટોરેશન કરાયું

ભારે વરસાદ અને મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે દહીસરા, નવલખી ખંડમાં ટ્રેકને ભારે નુકશાન થયું હતું. અહી પાણી ટ્રેકથી ર ફુટ ઉપર સુધી વહી રહ્યું હતુ અને લગભગ ૬૫૦ મીટર ટ્રેક વિવિધ જગ્યાઓ પર ધોવાઇ ગયો હતો.

ટ્રેકને થયેલા નુકશાનને કારણે રાજકોટ મંડલ અને ભાવનગર મંડલના ૨૫૦ ટ્રેકમેનેને તુરંત રેસ્ટોરેશન ના કામમાં જોડવામાં આવ્યા. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેક્ષણ કરાયું તથા ગિટ્ટી, પથ્થરનો ચુરો તથા ભરાવ માટે આવશ્યક સામગ્રી પરમેશ્ર્વર ફુકવાલ તથા વરિષ્ઠ મંડલ એન્જી. એન. કે. લોહીયા ના માર્ગદર્શનમાં યોજના બઘ્ધ રુપે રેસ્ટોરેશન કાર્ય કરાયું . દિવસ રાત કાર્ય કરવાનું હેતુ જનરેટરની વ્યવસ્થા કરાઇ ધોવાઇ ગયેલા ટ્રેકને લિંક કરવા માટે ૯ પોકલેન, હિટાચી ૭૦ ડમ્પર ર જેસીબી ૧ રોલર અને ર૦૦ થી વધારે શ્રમિકો ને કામે લગાડાયા જેને દિવસ રાત પરિશ્રમના કારણે આ ખંડ ૧૫ ઓગષ્ટ  ૨૦૧૯ના રોજ ઓછામાં ઓછા સમયમાં ચાલુ કરાયું. પશ્ર્ચિમ રેલવેના મુખ્ય એન્જીનીયર રવિન્દ્ર રામ, રાજકોટ મંડલ ના મંડલ એન્જીનીયર અંકિત કુમાર તથા રાજકોટ, રતલામ તથા મુખ્યાલય ચર્ચગેટના ૩ સહાયક મંડલ એન્જીનીયરોએ પુરો સમય સાઇટ પર જ રોકાઇ ટ્રેકનું રીપેરીંગ કામ કર્યુ. ખરાબ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓ છતાં બધા એ ખુબ જ મહેનત અને દ્રઢતાથી  કામ કરી ઓછા સમયમાં ટ્રેકને રીપેરીંગ કરાયો રાજકોટ રેલ પ્રબધક પરમેશ્ર્વર ફુકવાલે આ કાર્ય સંબંધીત અધિકારીઓ તેમજ કર્મચારીઓના કઠોર પરિશ્રમની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.