- ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં
- આગામી 30-31 જાન્યુઆરીના રોજ ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશે
આજથી 900 વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા (જી. બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જંગવિવાહ (સમુહલગ્ન) યોજાયો હતો . જેમાં 3009 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા . એજ સ્થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તારીખ 30 અને 31 જાન્યું.ના રોજ યોજાઇ રહ્યો છે . જેમાં સમગ્ર ગુજરાત – મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3001 દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે . આ ઐતિહાસિક મંગલ ઘડીના સાક્ષી બનવા અને સમુહલગ્ન તેમજ ધાર્મીક ઉત્સહમાં જોડાવા સમસ્ત માલધારી સમાજને આહવાન કરવામાં આવે છે . આ જાજરમાન સમુહલગ્નનું વર્લ્ડ ગીનીસ બુકમાં નોમીનેશન કરવામાં આવશે.
અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્ણ જયારે ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો . જયાં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી . આ ઐતિહાસિક સ્વયંભુ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે . જેના ભાગ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે . આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે.
ગુરૂગાદી થરાના પરમપૂજય મહંત 1008 ધનશ્યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર 1000 દિકરીઓના સમુહલગ્ન , શ્રીમદ્ ભાગવત કથા , ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણપ્રતિષ્ઠા , મહા રૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મીક ઉત્સવના યજમાન બેચરભાઈ તેજાભાઇ ગમારા (અમદાવાદ) છે . આ સમગ્ર ધાર્મીક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવું નામ આપવામાં આવ્યું છે . તેમ વિનુભાઇ બેચરભાઇ ગમારાએ જણાવ્યું હતું.
આ ઐતિહાસિક સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને ઘરવખરીની 251 ચીજવસ્તુઓ સાથેનો કરીયાવર દરેક ના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે . જેમાં સેટીપલંગ , કબાટ , ટીવી , ફીઝ , વાસણો , ચાંદીના સાકળા , સોનાની ચુક વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પ.પૂ.ધનશ્યામપુરી બાપુના માર્ગદર્શન હેઠળ સમુહ લગ્ન તડામાર તૈયારીઓ ચાલુ રહી છે . થરા સમૈયો સમુહ લગ્નની વિગતો જણાવતા વિનુભાઇ ગમારાએ જણાવ્યુ હતુ કે તમામ દિકરીઓને કરીયાવર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્યો છે . 850 વિધા જમીનમાં આ સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં લગ્ન સ્થળ થી 3 કિલોમીટર દુર 400 વિદ્યામાં પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે . પાર્કીંગ સ્થળે થી લગ્ન સ્થળે મહેમાનોને લઇ જવા અને લાવવા માટે 60 લકઝરીસ બસો મુકવામાં આવી છે . ર50 વિધામાં લગ્નમંડપ અને 200 વિધામાં ભોજનશાળા ઉભી કરવામાં આવી છે . આ સમુહ લગ્નમાં અંદાજીત 15 લાખથી વધુ લોકો પધારશે જેના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે . પ્રસાદઘરમાં બગદાણાથી સ્વયંસેવકો સેવામાં આવશે . આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી 2000 થી વધુ સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે . વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દિકરીઓના ફેરા તા . 30-1-2023ના રોજ યોજાશે અને અમદાવાદ સહિતના વિસ્તારોની દિકરીઓના ફેરા તા . 31-1-2023ના રોજ યોજાશે . રાજકોટ સહીત સૌરાષ્ટ્રના જે પરિવાર આ સમુહલગ્નમાં જોડાયા છે તેઓએ પોતાના વાહન મોરબી થી સામખયાણી , રાધનપુર થઇ થરા પહોંચવાનું રહેશે વધુ માહિતી માટે વિનુભાઇ ગમારા (અમદાવાદ) મો . 98રપર 09247 , ગફુરભાઇ ગમારા ( અમદાવાદ ) મો . 93270 42214, ભીખાભાઇ પડસારીયા (રાજકોટ) મો . 98 ર 41 99909 , રાજુભાઈ જુંજા (રાજકોટ) મો . 98981 02472 , હીરાભાઈ બાંભવા (રાજકોટ) મો . 99256 13600 , લીંબાભાઇ માટીયા (રાજકોટ) મો . 99981 04155 , નારણભાઇ વકાતર (રાજકોટ ) મો . 88499 63859 , રાજુભાઇ ઝાપડા (રાજકોટ ) મો . 90334 44446 ઉપર સંપર્ક કરવો.