કોરોના મહામારીને વધુ વકરતી અટકાવવા પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા સવારથી જ સમગ્ર શહેરની પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસે સઘન ચેકીંગ કરી પાનના ગલ્લા, ચાની હોટલ સહિતના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી 28 વેપારીઓની અટકાયત કરી છે.

ગીતાનગરના સુનિલ રમણીકલાલ માટલીયા, સાગર શૈલેષભાઇ માટલીયા, ગોકુલધામના મહેલ રમેશભાઇ ડોબરીયા, જીવરાજ પાર્કના ક્રિષ્ના જીજ્ઞેશ ધમસાણીયા, વાલ્કેશ્ર્વર સોસાયટીના અતુલ વિઠ્ઠલ મોરીધરા, ગાયત્રીનગરના કૌશિક ધનજી કોટક, સુભાષનગરના વિપુલ ભગવાજી ઘેલાણી, પટેલ પાર્કના જીવા સવદાસ તરખલા, ગીતાનગરના ભરત હરીભાઇ સેજપાલ, શક્તિ સોસાયટીના વિજય વેલજી માલી, મારૂતિનગરના વિજય અરૂણભાઇ નથવાણી, જંગલેશ્ર્વરના રિયાઝ સુલેમાન ઝાફરાણી, હસનવાડીના કેતન જયેશ રૂપડા, સહકારનગરના આનંદ અમૃત વસાણી, પુનિતનગરના ગૌતમ ધર્મેન્દ્ર ચાવડા, વૈશાલીનગરના જીજ્ઞેશ શરદભાઇ બદાણી, જંગલેશ્ર્વરના રિયાઝ હનિફ સોરા, ગીતાનગરના ઘનશ્યામ કચરાભાઇ ધ્રાંગીયા, સાધુવાસવાણીના બિજલ ભીખાભાઇ પરમાર, જંગલેશ્ર્વર મજલુમખાન બનેખાન પઠાણ, વિવેકાનંદનગરના પિયુશ લાભુભાઇ જાદવ, કોઠારિયા કોલોનીના વિપુલ સામજીભાઇ આસોદરીયા, ગોવિંદનગરના મેઘજી કાંતીલાલ રૈયાણી, લાખાજીરાજના અરબાજ હબીબ કુરેશી, જુની સાગર સોસાયટીના અશોક રતિલાલ રાઠોડ, જમનાનગરના અંકિત મનહરભાઇ કુબાવત, ભગવતી સોસાયટીના ઇમ્તીયાઝ સીદીક જાબરી અને બેડીપરાના હાતિમ મનસુર અલી વાઘેલા નામના વેપારીઓએ ભક્તિનગર સર્કલ, ગીતાનગર, કોઠારિયા રોડ અને ગુંદાવાડી વિસ્તારમાં પોતાની દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા અટકાયત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.