કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંંહ ઝાલાએ લોક સંસદ વિચાર મંચની ફરીયાદને પગલે સાધનો રીપેર કરાવવા કરેલી રજૂઆતોના પગલે કોન્ટ્રાકટરની ખાત્રી સાધનો રીપેર કરાવ્યા

અબતક,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોડે નંબર 14 ના ભક્તિનગર સોસાયટી માં આવેલ બગીચામાં લાંબા સમયથી જીમના સાધનો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોય શિયાળાનો સમય હોય ઠંડીને પગલે બાળકો તથા અન્ય કસરત માટે આવતા હોય પરંતુ બગીચાના તૂટી ફુટી ગયેલા કસરતના સાધનો થી નિરાશ થઈને પરત જવું પડતું હોય છે. લોક સંસદ વિચાર મંચના ગ્રુપ સદસ્ય ડોક્ટર સુરેશભાઈ કાચા દ્વારા અને સવારમાં કસરત માટે આવતા રહેવાસીઓએ પણ ફરિયાદો કરવા છતાં યોગ્ય નિરાકરણ કરવામાં આવતું ન હોવાને પગલે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાને (લોક સંસદ વિચાર મંચ) જાણ કરી હતી.

ભક્તિનગર સોસાયટી ના બગીચાના જીમના સાધનો અંગે તાત્કાલિક યોગ્ય કરવા ગજુભાએ રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન ડાયરેક્ટર એલ જે. ચૌહાણ ને ટેલિફોનિક રાવ કરી હતી. લુખ્ખાઓ અને આવારા તત્વો દ્વારા જીમના સાધનો તોડવામાં આવતાં હોવાના પગલે ચોકીદાર ની પણ શક્ય હોય તો વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. જે પગલે સ્થળ પર કોન્ટ્રાક્ટર ને બોલાવી તૂટી ગયેલા સાધનો અંગે મરામત કરવા અપીલ કરવામાં આવતા તમામ તૂટેલા સાધનો 48 કલાકમાં મરામત કરવા કોન્ટ્રાક્ટરે બાંહેધરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.