સાળા-બનેવીની પેઢીમાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતો બંગાળી શખ્સ 390 ગ્રામ સોનું લઇ રફુચક્કર
શહેરના સોની બજારમાં બે દિવસ પહેલાં એક બંગાળી કાગીગર રૂા.28 લાખના સોના સાથે ફરાર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાયાની તપાસ ચાલી રહી છે તે દરમિયાન વધુ એક બંગાળી કારીગર રૂા.20.88 લાખની કિંમતના 390 ગ્રામ સોનુ લઇ ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના વતની અને લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી થઇ રામનાથપરા શેરી નંબર 12માં રહેતા નાજીરહુસેન રૂહુલ ઇસ્લાઇલ શેખે સોની બજારમાં આવેલા રવિરત્ની કોમ્પ્લેક્ષમાં પોતાના બનેવી શરીફુદીન સનોર અલ્મૌલા સાથે ભાગીદારીમાં સોનાના ઘરેણા બનાવવાની પેઢી શરૂ કરી હતી.
આ પેઢીમાં સોનામાંથી ઘરેણા બનાવવા માટે કામે રાખેલો પશ્ર્ચિમ બંગાળના નદીયા જિલ્લાના મુકબર છાદેર મંડલ નામનો શખ્સ રૂા.20.88 લાખની કિંમતનું 390 ગ્રામ સોનું લઇ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એચ.આર.ચાનિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.