70 ગ્રામ સોનુ અને 400 કિલો ચાંદીમાંથી ઘરેણા ન બનાવી બંગાળી કારીગર રફુચક્કર થયો
સોના-ચાંદીના ઘરેણાની સસ્તી મજુરી માટે બંગાળી કારિગરો પર ભરોસો કરી લાખોની કિંમતનું સોનુ અને ચાંદી ઘરેણા બનાવવા આપતા વેપારીનું સોનુ અને ચાંદી લઇને બંગાળી કારિગરો ભાગી જતા હોવા છતાં સોની વેપારી બંગાળી કારિગરો પર વિશ્ર્વાસ કરતા હોવાની અને વેપારી સાથે છેતરપિંડી થયાની વધુ એક ઘટના પ્રકાસમાં આવી છે.
મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા હિતેષ મનસુખભાઇ મેંદપરાએ મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને છેલ્લા ત્રણ વર્ષથી હાથીખાનામાં સિલ્વર માકેર્ટમાં સોના-ચાંદીમાંથી ઘરેણાની ઘડાઇનું કામ કરતા એજાજુલહક શેખ નામનો શખ્સ રૂા.3.60 લાખની કિંમતનું 70 ગ્રામ સોનું અને રૂા.13.97 લાખની કિંમતનું 400 કિલો ચાંદી લઇ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. હિતેશભઆઇ મેંદપરા હાથીખાનામાં જ એનેક્ષી સિલ્વર માર્કેટમાં આશી ગોલ્ડ નામે ધંધો કરે છે.
હાથીખાનામાં સિલ્વર માર્કેટમાં જ સોના-ચાંદીમાંથી ઘરેણા બનાવવાની મજુરી કામ કરતા મુળ બંગાળના વતની એજાજુલહક શેખને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હોવાથી તેમની પાસે સોના-ચાંદીમાંથી ઘરેણા બનાવવાનું કામ આપે છે. હિતેષભાઇ મેંદપરાએ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ અને જે.કે.સન્સમાંથી સોનું અને ચાંદી જીએસટી બીલ સાથે ખરીદ કરી 70 ગ્રામ સોનું અન 400 કિલો ચાંદી ઘરેણા બનાવવા માટે એજાજુલહક શેખને આપ્યા હતા અને ઘરેણા તા.14 ઓકટોમ્બરના રોજ બનાવી આપવાના હતા તે પહેલાં એજાજુહક શેખ પોતાની દુકાનને તાળુ મારી રાજકોટ છોડી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.