અબતક-રાજકોટ
લોકોને સરકારની જુદી-જુદી યોજનાઓની ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. મહાપાલિકા દ્વારા વિધાનસભા ૬૮ વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ તેમજ ૪૫ દીનદયાળ ઔષધાલયનો શુભારંભ અને ડા દ્વારા જુદા-જુદા ગામો માટે ૬ ટીપરવાનનું લોકાર્પણ કાર્યક્રમ રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
નાણા ઉછીના મળી જશે પણ ડોક્યુમેન્ટ કોઇ ઉછીના નહી આપે સમયસર
બધા સરકારી દસ્તાવેજો તૈયાર કરાવી લેજો: મંત્રી અરવિંદ રૈયાણીની લોકોને અપીલ
આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને રાજકોટ માટે તો ભૂતકાળમાં ન થયા હોય તેવા વિકાસ કામો સરકારના સહયોગથી થયા છે. હવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વડપણ હેઠળ સરકાર દ્વારા આ વિકાસ યાત્રા સતત જળવાઈ રહેશે અને રાજકોટના લોકોનો વિશ્ર્વાસ અકબંધ જળવાઈ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સુત્ર સૌનો સાથ, સૌની વિકાસ તેમાં સૌનો વિશ્વાસ અને હવે સૌના પ્રયાસ થકી ખુબજ સા પરિણામ પ્રાપ્ત થશે. ૨૦૧૭ પછી વિધાનસભા ૬૮ના ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો મળેલ અને હવે મંત્રીમંડળમાં સ્થાન મળતા સેવાનું ક્ષેત્ર રાજ્ય કક્ષાએ વિસ્તર્યું છે. તેના પરિણામે રાજ્યભરના લોકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. પોતાના વિભાગની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ દ્વારા ૮૨૦૦ જેટલી બસના કાફલાથી રાજ્યના અંતરિયાળ ગામડાઓ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સેવા વધુ સુદ્રઢ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
વિકસીત, આનંદીત અને સ્વચ્છ રાજકોટને કોરોનામુક્ત બનાવવા કોર્પોરેશન કટીબધ્ધ: મેયર ડો.પ્રદિપ ડવ
કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા પણ ભૌતિક વિકાસની સાથોસાથ જનઆરોગ્યની પણ એટલી જ ચિંતા કરે છે અને તેનું જ પરિણામ એટલે દીનદયાળ ઔષધાલયની આરોગ્ય સેવાઓ. જેમાં સ્લમ અને ઝુપડપટ્ટી વિસ્તારોના લોકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.
મંત્રીએ વધુમાં કહ્યું કે, લોકોને સરકારી કચેરીઓના ધકકા ન ખાવા પડે અને ઘર આંગણે જ વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો પ્રાપ્ત થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તકે હું લોકોને એ જણાવવા માગું છું કે, નાણા ઉછીના મળી શકશે પણ તમારા વિવિધ સરકારી ડોક્યુમેન્ટસ ઉછીના નહિ મળે જેમ કે, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ તેમજ અન્ય સરકારી દસ્તાવેજો માટે સમયસર બનાવડાવી લેવા જોઈએ. જયારે સેવાસેતુ કાર્યક્રમ યોજાય ત્યારે ત્યાંથી આવા દસ્તાવેજો માટેની પ્રક્રિયા થતી હોય છે તો લોકો તેનો લાભ લ્યે તેવી મારી અપીલ છે.
મેયરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે જ મળી રહે તે માટે અપનાવવામાં આવેલા અભિગમ અંતર્ગત મહાપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં આવરી લેવામાં આવેલી વિવિધ ૫૭ સેવાઓની માહિતીની પત્રિકા મારફત પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે.
વિવિધ સ્લમ અને ઝુપડપટ્ટી એરિયામાં કુલ ૪૫ દીનદયાળ ઔષધાલય શરૂ થવા જઈ રહ્યા છે. જેમાં સાંજે ૦૫:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા સુધી લોકોને વિનામુલ્યે તબીબી સેવાઓ પ્રાપ્ત થશે. ઔષધાલયનો સાંજનો સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યો છે કે, દિવસના સમયે કામે જતા આ વિસ્તારોના લોકોની રોજગારીમાં ક્યાય વિક્ષેપ ન પડે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે. જેમાં કોરોનાકાળ દરમ્યાન આશરે ૩.૯૦ લાખ જેટલા લોકોએ વિનામુલ્યે તબીબી સેવાઓનો લાભ લીધો હતો.
આ અવસરે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સેવાસેતુ કાર્યક્રમની વિવિધ ૫૭ સેવાઓ/યોજનાઓ વિશે તેમજ ડા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે આજથી શરૂ થવા જઈ રહેલ ટીપરવાન તેમજ દીનદયાળ ઔષધાલયની સેવાઓ અંગે પરેખા આપી હતી. આ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સ્વાગત પ્રવચન કરેલ. જ્યારે કાર્યક્રમના અંતે શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે મંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો સંબંધિત લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સુથારી કામની કીટ, સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝના હુકમ/સનદ, આયુષ્યમાન ભારત કાર્ડ, વિધવા સહાય ચેક, સિટી બસ સેવાનો ક્ધસેશન પાસ, પી.એમ. સ્વનીધીના .૧૦,૦૦૦ના ચેક ટોકન સ્વપે આપવામાં આવેલ. ત્યારબાદ ડાના ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના ૬ ટીપરવાનનો મહાનુભાવોના વરદ હસ્તે શુભારંભ કરાયો.
સ્લમ વિસ્તાર સહિતના ૪૫ સ્થળોએ “દીનદયાળ ઔષધાલય નો શુભારંભ કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા તકતી અનાવરણ કરવામાં આવેલ તેમજ મંત્રીએ વેલનાથપરા સ્થિત દીનદયાળ ઔષધાલયની મુલાકાત લઈ તેનો શુભારંભ કરાવ્યો હતો. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ સ્લમનાં જરિયાતમંદ નાગરિકોને તબીબી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવા આ પ્રકલ્પ અમલમાં મુકવામાં આવેલ છે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટિયા, કલ્પનાબેન કિયાડા, ડે. કમિશનર આશિષ કુમાર, સી.કે. નંદાણી, એ. આર. સિંઘ, ડાના સી.ઈ.ઓ. એન.એફ. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.