ટ્રાન્સપોર્ટ કંપનીમા ભાડે રાખેલા બોલેરા ચાલકના ખરાબ વર્તનથી કોન્ટ્રાક્ટ કેન્સલ કરતા સુપરવાઈઝરની પર છરી વડે હુમલો કર્યો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં આવેલી સી.એસ.સી ટ્રાન્સ લોજિસ્ટિકની ઓફિસમાં મારામારીની ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદના સુપરવાઇઝર ભાડે રાખેલા બોલેરો ચાલક ના ગેરવર્તન પામે કેન્સલ થયેલા કોન્ટ્રાક્ટ ની તપાસ કરવા માટે આવ્યા હતા ત્યારે બોલેરો ચાલક અને તેની સાથેના સાગરીતે સુપરવાઇઝર સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જે મામલે ભક્તિનગર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે બનાવવાની મળતી વિગતો અનુસાર અમદાવાદના બપોર ખાતે રહેતા અને સીએસસી ટ્રાન્સ લોજિસ્ટિકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ગૌરાંગભાઈ બચુભાઈ પટેલ નામના યુ ઓકે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં સંજય રત્તા ભુંડીયા અને દિનેશ રતા ભુંડીયાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, તે અમદાવાદ ખાતે આવેલી સી.એસ.સી ટ્રાન્સ લોજિસ્ટિકમાં સુપર વિઝન નું કામકાજ સંભાળે છે. અને તેમની રાજકોટના ઢેબરોડ ખાતે સીએસસીની ઓફિસ આવેલી છે જેનો મેનેજમેન્ટ અશોકભાઈ સુભાષભાઈ ચૌધરી સંભાળે છે. રાજકોટ ખાતે આવેલી ઓફિસમાં સંજય ભુંડિયાનો ભોલેરો સામાનનો હેરફેર કરવા માટે ભાડે રાખેલો હતો.
પરંતુ સંજયના ગેરવર્તન ના કારણે આઠ દિવસ પહેલા તેનો બોલેરો પિકઅપ ભાડા પર લેવાનો બંધ કરી દીધો હતો.જેથી તેને અશોકભાઈ સાથે બોલાચાલી કરી હતી.જે બાબતનું સોલ્યુશન કાઢવા માટે અમદાવાદ થી ગૌરાંગભાઈ રાજકોટ માટે આવ્યા હતા ત્યારે સંજય ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો તે સમયે તેનો ભાઈ દિનેશ પણ સાથે આવ્યો હતો. જ્યારે આ બાબતે તેને સમજાવતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદી ગૌરાંગભાઈ પર છરી વડે હુમલો કરી અને કરી લાકડી વડે માર માર્યો હતો.જેથી બંને વિરૂદ્ધ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથધરી છે.