- રઘુકુલ નંદન કી જય … શ્રીરામ કી જય નાદ ગુંજીયા
- એક લાખ લોકો લેશે કથા શ્રવણનો લાભ: 50,000 લોકો દરરોજ ભોજન પ્રસાદ આરોગશે
સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો અને વૃક્ષોના લાભાર્થે પ્રખર રામાયણી મોરારીબાપુના ની રામકથા આજ થી પ્રારંભ થવાનો છે ત્યારે આજે સવારે 8:30 કલાકે વિરાણી ગ્રાઉન્ડ હાઈસ્કૂલ થી શરૂ કરી હેમુ ગઢવી હોલ ,યાજ્ઞિક રોડ ,જિલ્લા પંચાયત બહુમાળી ભવન પોલીસ એડ ચોક થી રેસકોસ ગ્રાઉન્ડ તથા સ્થળે પહોંચી આ પોથી યાત્રામાં 2000 મહિલા ભક્તો બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક પર ઉઠાવી સાથે ડીજે બેન્ડ ની સાથે સાથે નાસિક ઢોલ તરણેતરની રાસ મંડળીઓ બગીની જમાવટ હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું શહેરના રાજમાર્ગો પર નીકળી હતી વૈશ્વિક રામકથામાં પધારેલા સંતો મહંતો અલગ અલગ બગીઓમાં શહેરની ધર્મ પ્રેમી જનતાઓની દર્શનનો લાહવો આપ્યો હતો સાથે સાથે હાથી ,ખુલ્લી જીપ, બુલેટ, વીન્ટેજ કાર તેમજ જંબુર ગીરની પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
રામકથામાં બે લાખ ચોરસ ફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોગ તૈયાર કરવામાં આવ્યા છે રોજ એક લાખ લોકો કથા શ્રવણ કરશે અને પચાસ હજાર લોકો હોય ભોજન પ્રસાદ લેશે પૂજ્ય મોરારીબાપુ ની સમગ્રપણે 947 ની રામકથા છે રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને મોરારીબાપુનો કટ આઉટ મુકવામાં આવ્યા છે કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓમાં આરામથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે 90 બાય 180 ચોરસ ફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાહન પાર્કિંગ અને લઈને કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15,000 ટુ વ્હીલર
અને પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે દેશ-વિદેશથી આવતા મહેમાનોને માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરોમાંથી રાજકોટ રહેશે ગ્રામ કથા માં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી છે