વકતા ગોસ્વામી પરાગકુમારજી મહોદય દ્વારા કથાનું રસપાન કરાવાયું: અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
રાજકોટ સર્વોતમ સેવા સંસ્થાન તેમજ કોટેચા પરિવાર દ્વારા કૃષ્ણકથાનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા ગોસ્વામી પરાગકુમારજી મહોદય દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતુ આ કથાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણ દિવસ વૃંદાવનના વેદ પ્રકાશજીની મંડળી દ્વારા કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બિજા દિવસે પણ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડી.વી. મહેતા, મૌલેશભાઈ ઉકાળી, મહેન્દ્રભાઈ ફળદુ, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યને સફળ બનાવવા સર્વોતમ સેવા સંસ્થાનના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા, ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ અઘેરા શહેર પ્રમુખ નયનભાઈ મકવાણા સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.
પૂ.પા. ગૌસ્વામી પરાગકુમાર મહોદય એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે પરમકૃપાની પૂ. ગોપીનાથજીના પ્રગટય મહોત્સવ અંતર્ગત સવતમ સેવા સંસ્થાન તત્કાલ ભાગે ગૌલોકવાસી અશોકભાઈ અને એમના પરિવારના મનોરથ સ્વરૂપે કૃષ્ણકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો ઉદેશ્ય માત્ર એટલો છે કે કૃષ્ણ કોણ છે. કૃષ્ણનું મહત્વ શું છે. કૃષ્ણને આપણે કેવી રીતે મુલવીએ છીએ સામાન્ય દ્રષ્ટીથી કૃષ્ણ એક સામાન્ય માણસ લાગે છે.પરંતુ બધશ કરતા એ કેવી રીતેજુદો છે. લોકોને સંસારી લાગે છે.પરંતુ અતિત છે. આ બધી વસ્તુના સમનવય તરીકે કૃષ્ણ ભગવાનના મુખ્ય સંદેશને સાથે રાખીને કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો કૃષ્ણને સમજે કૃષ્ણ તત્વને સમજે એ અમારો પરમ ઉદેશ્ય છે. બધા લોકો આ કથામાં ભાવ પૂર્વક જોડાયેલા છે.વલ્લભાચાર્યના સંપ્રદાય અનુસાર કૃષ્ણ કેવા છે પુષ્ટી સંપ્રદાય કેવો છે તેની પ્રાપ્તી થશે
કોઈપણ મંદિર કે હવેલી બનતી હોય ત્યારે સૌની આસ્થાનું પ્રતિક બને છે. સૌની ધાર્મિક ભાવના માટે આવા સ્થાનોની આવશ્યકતા હોય છે. કે જેના કારણે લોકો સંસ્કારી પ્રાપ્ત કરે લાયબ્રેરી બનાવવામાં અધ્યયન માટે પ્રભુના દર્શન થઈ શકે જેથી કરીને સંપ્રદાયનો વિકાસ થાય ધર્મની જાગૃતી થાય કોઈપણ હવેલી હોય તે કોઈપણ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરતી હોય છે. અમારી નવી હવેલીનો ઉદેશ્ય એ છેકે લોકો પુષ્ટી સંપ્રદાયને વેગ મળે. લોકોને તેનો લાભ પ્રાપ્ત થાય પુષ્ટી સંપ્રદાયને નજીકથી જોઈ શકે એ માટે આ હવેલીનું નિર્માણ થનારૂ છે.
આવા આયોજન કરવાથી સમજ વિકસે છે. જ્ઞાન વિકસે છે. જે પણ અજ્ઞાન છે. તેમનામાં પરિવર્તન આવે છે. કેટલો પરિવર્તન આવે છે તે પ્રભુજીએ એક ધર્માચાર્ય હોવાથી અમારૂ કર્તવ્ય આવે છે કે કદાચ પાંચ હજારની મેદની હોય તેમાંથી બાવીસ જણા સુધરે તો પણ સફળ છીએ અમારો પ્રયાસ એવો હોય છે કે ફકત યુવાન જ નહી વૃધ્ધો બધા સુધરે કારણ કે અત્યારે સમય એવો છે કે બાળકો, યુવાનો, વૃધ્ધો બધામાં બગાડ હોય છે. આવા સતસંગના માધ્યમથી આગળ વધીને સતસંગ તરફ વધે તેવો પ્રયાસ હોય છે.
દિનેશભાઈ ચાપાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાંચ દિવસીય કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે બિજોદિવસ હતો. આ આયોજન દ્વારા યુવા વર્ગ વૈશ્ર્નવ સંપ્રદાય તરફ જોડાય અને તેનામા સંસ્કારનું સિંચન થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. કથાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આજથી ત્રણ દિવસ માટે વૃંદાવનનાં વેદ પ્રકાશજીની મંડળી દ્વારા રાસધારી દ્વારા કૃષ્ણલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કૃષ્ણલીલા આંતર રાષ્ટ્રીય ખ્યાત નામ કલાકારો દ્વારા ભજવવામાં આવેલ આવા આયોજનથી જ્ઞાન સાથે સાથે આનંદ પણ મળે છે.