કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ચાર સ્થળોએ યોગ દિવસની ઉજવણી: ત્રણ સ્થળેએ કર્યા યોગ
વિશ્વ યોગ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ, નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝીયમ અને જુદા જુદા સ્નાનાગારમાં એક્વા યોગ કાર્યક્રમ દ્વારા વિશ્વ યોગ દિન ની શાનદાર ઉજવણી કરાઈ હતી.
વિશ્વ યોગ દિવસ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં માન.પૂર્વ રાજ્યપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, મનીષભાઈ રાડિયા, નેહલભાઈ શુક્લ, જયમીનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ઓ ચેતનભાઈ સુરેજા અલ્પેશ મોરજરીયા, નીરુભા વાઘેલા, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કાટોડીયા, બીપીનભાઈ બેરા, ડો. દર્શનાબેન પંડ્યા, નીતિનભાઈ રામાણી, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, રાજકોટ શહેરના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, સહિતના ઉપસ્થિત રહેલ હતા. ઈસ્ટ ઝોન ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પરિમલભાઈ પરડવા, તેમજ આ વિસ્તારના ભાજપ અગ્રણીઓ, કોર્પોરેટર અ કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, રસીલાબેન સાકરિયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશભાઈ આર.પીપળીયા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, નરેન્દ્રભાઈ ડવ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, જુદી જુદી સંસ્થાઓના સભ્યો, શાળા-કોલેજના છાત્રો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા યોગ ઇન્સ્ટ્રકટર દ્વારા યોગ કરાવવામાં આવી હતી. પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે વિવેકાનંદ યુથ ક્લબ, જુવેનાઈલ ડાયાબિટીસ, અંધ મહિલા વિકાસ ગૃહ, પ્રયાસ પેરેન્ટ્સ અને વિરાણી બહેરા મૂંગા શાળાના માધ્યમથી દિવ્યાંગ બાળકો, થેલેસેમિયા, ડાયાબિટીસ, બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓ પણ યોગ કાર્યક્રમમાં જોડાયેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, યોગ ગુરૂ નિકુંજભાઈ વિઠ્ઠલાણી, અલ્કાબેન જાની વગેરેના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેસકોર્ષ ખાતે આવેલ શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, કાલાવડ રોડ ખાતે આવેલ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, પેડક રોડ ખાતે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા એક્વા યોગા કરવામાં આવ્યું હતુ.