દોઢ વર્ષની વયે વાસણ વગાડતો હતો આ ઉસ્તાદ: હર્મોનિયમના તાલે તબલા વગાડી જાણતા કુશ જેવા બાળકો ડોકટરના મતે દર હજારે એક જન્મે છે
કહેવાય છે કે, કલાની અને કલાકારની ઉમર નથી હોતી. ઘણા લોકો કળા કેળવે છે તો ઘણા લોકો જન્મથી સાથે જ કળા મેળવે છે. આવી જ રીતે નાની ઉંમરે તબલા વાદનની કળા ધરાવતો રખાસિયા પરિવારનો ૩ વર્ષનો ખુશ પણ આવુ જ કૌશલ્ય ધરાવે છે. લક્ષ્મીનગર મેઈન રોડ પર રહેતા રખાસિયા પરીવારનો ૩ વર્ષનો ખુશ અત્યારથી જ તબલા વગાડવામાં ઉર્તિણ કક્ષાનો કલાકાર છે.ખુશના પરીવારના જણાવ્યા મુજબ ખુશ માત્ર દોઢ વર્ષનો હતો ત્યારથી જ તેને તબલા વગાડવાનો શોખ હતો. ખુશમાં તબલા વાદનની કુદરતી આવડત છે. કુશ માત્ર દોઢ વર્ષનો હતો ત્યારથી જ તે વાસણોને તબલાની જેમ વગાડતો. જેથી તેના માતા-પિતાએ તેને તબલાનો એક સેટ લઈ આપ્યો હતો. ખુશ એક જ વાર ચલતી અને ટીટોડો જેવા તાલ ઉપર તબલા વગાડે છે છે તેના આ આવડતને માપીને માતા-પિતાએ તેને તબલા વાદનનું શિક્ષણ આપવાનું શ‚ કરી દીધુ છે. તબલા વાદનના શિક્ષકના કહેવા અનુસાર કુશ એ કલાસનો અત્યાર સુધીનો સૌથી નાનો ઉજારનો વિદ્યાર્થી છે. શિક્ષક હાર્મોનિયમ વગાડે અને તે સાંભળ્યા બાદ ખુશ પણ હાર્મોનિયમના તાલ સાથે તબલા વગાડે તેવી ટ્રેનિંગ આપી રહ્યા છે. ડોકટરના કહેવા મુજબ દર હજાર બાળકે એક જ બાળક ખુશજેવુ હોય છે.
ખુશના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે ખુશ આ કળામાં વધુને વધુ આગળ વધે તે માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેની યોગ્ય જ‚રીયાતો પણ પુરી કરવામાં આવે છે. ખુશનો પરિવાર જયારે નાથદ્વારા ગયો હતો ત્યારે નાથદ્વારાની હવેલી ખાતે ટ્રસ્ટીઓ દ્વારા ખુશનું સન્માન પણ કરાયું હતું.