ગ્લોકલ ઇન્ફો માર્ટ-મુંબઇ આયોજિત ઓનલાઇન સમિટમાં એવોર્ડ એનાયત
પ્રતિનિધિઓને ડિપોઝીટ, ધિરાણો, વસુલાત, એનપીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિજિટલ લાઇઝેશન, સાઇબર ક્રાઇમ અટકાવવા માર્ગદર્શન અપાયું
કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા,, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે નાબોર્ડ ના બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે. વર્ષોથી બેકીંગ ક્ષેત્રે રીસર્ચ કરી રહેલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા ગ્લોકલ ઇન્ફોમાર્ટ- મુંબઇ દ્વારા તાજેતરમાં યોજાયેલ બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-૨૦૨૦ માટે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લી. એ ભાગ લેતા. આ બેંક ક્રેડીટ ગ્રોથ તથા ટર્નરાઉન્ડની સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવતા રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી.ને બેસ્ટ ક્રેડિટ ગ્રોથ એવોર્ડ- ૨૦૨૦ તથા બેસ્ટ ટર્નરાઉન્ડ એવોર્ડ- ૨૦૨૦ એમ બે એવોર્ડ માટે વિજેતા જાહેર કરેલ છે.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંકને પાંચ વખત નાબાર્ડ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એન્યુઅલ પરર્ફોમન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી. બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મુંબઇ ખાતે યોજાયેલ બે દિવસના કો.ઓપ. સમીટનું ઓનલાઇન આયોજન કરેલ તેમાં સમગ્ર દેશની બેંકોના પ૦૦ પ્રતિનિધિઓ જોડાયેલ હતા. આ સુંદર સેમિનારમાં બેંકના કરન્ટ સીનારીયોને લગતી બાબતો તેમજ ડિપોઝીટ, ધિરાણો, વસુલાત, એન.પી.એ. ઇન્ફોમેનશન ટેકનોલોજી, ડિઝીટલાઇઝેશન અને સાઇબર ક્રાઇમ અટકાવવા અંગે ઓનલાઇન વિશેષ માર્ગદર્શન મળેલ હતું. આમ આ બેંકને વધુ બે બેકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-૨૦૨૦ મળતા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફમાં આનંદ અને ઉત્સાહ જોવા મળેલ છે.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકની ૧૯૮ શાખાઓ મારફત થાપણદારોનો વિશ્ર્વાસ કેળવી રૂ. ૬,૨૦૭ કરોડની થાપણો એકત્ર કરી રૂા. ૪,૧૪૨ કરોડનું ધિરાણ કરેલ છે. અને ખેડૂતોને રૂા ર,૩૧૭ કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, મંડળી મારફત ખેડુતોને લોન આપવામાં આવેલ છે. બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ. ૧૦.૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક વર્ષોથી કાયદાની જોગવાઇ મુજબ ઓડીટ વર્ગ ‘અ’ ધરાવે છે. અને બેંકની વસુલાત ૯૯ ટકા જેટલી છે. નેટ એનપીસ. ૦ ટકા છે. ગુજરાતમાં જ નહિ દેશભરમાં પ્રથમ વખત ર૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલ્લા બેંકની હેડ ઓફીસમાં આપવામાં આવે છે તેમજ સાંજના ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આ બેંક મારફત આપવામાં આવે છે.