શહીદોની આત્માની શાંતિ માટે મૌન ધારણ કરી શોક ઠરાવ કર્યો: બહોળી સંખ્યામાં વકિલો ઉપસ્થિત રહ્યા
ગત તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલાવાના બાર ગામોમાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં દેશના ૪૦ જવાનો શહીદ થતા દેશભરમાં ગમ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે.ત્યારે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોને રાજકોટ બાર એસો. દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરનાં પુલાવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થતા દેશના ૪૦ જવાનો શહીદ થયા હતા.જે ઘટના પડઘા પૂરા દેશમાં પડી રહ્યા છે ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા શોક ઠરાવ કરી શહીદોની આત્માને પરમાત્મા શાંતી અર્પે તેવા શચુભ આશયથી રાજકોટ બાર.એસો. વકીલ રૂમમાં બે મીનીટ મૌન ધારણ કરી શહીદોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
શહીદોને શ્રધ્ધાંજલી પાઠવવામાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ, ટ્રેઝરર અમીતભાઈ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઈ જોષી તથા કારોબારી સભ્યો નીશશતભાઈ જોષી, હિતેશભાઈ ટોપીયા, સંજયભાઈ પડયા, રાજેશભાઈ ચાવડા, સુમીતભાઈ વોરા, જીતેન્દ્રભાઈ પારેખ, મનીષભાઈ આચાર્ય, પંકજભાઈ દોગા, રેખાબેન પટેલ સહિત અનેક વકીલ મીત્રો શ્રધ્ધાંજલીમાં ઉપસ્થિતી આપી હતી.