- તા.3 ડિસે.થી ચાર દિવસ ઉમેદવારી પત્ર ભરાશે, તા.8 ડિસે. સુધી ફોર્મ પરત ખેંચાશે
- વન બાર વન વોટ મુજબ તા.2 ડિસે. મતદાર યાદી પ્રસિધ્ધ: તા.16 ડિસે. મતદાન અને સાંજે મતગણતરી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ બાર એસોસીએશનની આગામી તારીખ 16મી ડિસેમ્બર 2022ના રોજ.હોદ્દેદારોની ચૂંટણી અંગેનો ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વધુ વિગત બાર એસોસિએશન દ્વારા 2022-2023ની ચૂંટણી માટે નિમવામાં આવેલા ચૂંટણી અધિકારીઓ કેતનભાઈ શાહ, ગીરીરાજસિંહ જાડેજા અને અતુલભાઇ દવે દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, લાયબ્રેરી સેક્રેટરી અને 9 કારોબારી સભ્યો તેમજ 1 મહિલા કારોબારી સભ્ય માટે યોજાનારી ચૂંટણીનું મતદાન તારીખ 16 મી ડિસેમ્બર 2022 ના રોજ થનાર છે. જે માટે વકીલ સભ્યોની વન બાર વન વોટ મુજબની મતદાર યાદી આજે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે જે બારની લાઇબ્રેરી ખાતે જોવા મળી શકશે આખરી મતદાર યાદી તારીખ 2/ 12/ 2022ના રોજ પ્રસિદ્ધ થશે.
ચૂંટણીની કાર્યવાહીમાં ઉમેદવારીપત્ર ભરવાની તારીખ 3/ 12/ 2022 થી 6/ 12/ 2022 બપોરે 2 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ તા. 6/12/2022 ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને સાંજે પાંચ વાગ્યે ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્ર તારીખ 8/ 12/ 2022ના સાંજે 05:00 સુધી પાછા ખેંચી શકાશે. તેમજ ઉમેદવારોની આખરી યાદી તારીખ 9/ 12/ 2022 ના રોજ સાંજે પાંચ વાગ્યે પ્રસિદ્ધ થશે.
જેમાં જાહેર થયેલી ઉમેદવારોની અંતિમ યાદી મુજબ પ્રમુખ સહિતના 6 હોદ્દેદારો અને 10 કારોબારી સભ્યોમાં બેઠકોની ચૂંટણી મતદાન દ્વારા કરવામાં આવશે. જેમાં મતદાનની તારીખ 16 ને શુક્રવારે સવારે 9 થી બપોરે ત્રણ સમય સુધીનો રખાયો છે. મતદાન નું સ્થળ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલો માળે બાર એસોસિયેશન ઓફિસનના બાર રૂમ ખાતે નક્કી કરવામાં આવ્યું છે. મતદાન બાદ મતગણતરી યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર થશે.
તેમ ચૂંટણી અધિકારીઓની યાદીમાં જણાવાયું છે.