હાઇકોર્ટ દ્વારા ગત ચૂંટણીનું પરિણામ જાહેર કર્યા વિના મતનો નિકાલ કરવાના આદેશ સામે ડિવિઝન બેન્ચમાં દાદ માગતી પીટીશન
રાજકોટ બાર એસોસિએશનની ૨૦૧૬-૧૭ની ચૂંટણી વન બાર વન વોટના નિયમ મુજબ કરવા અંગે હાઇકોર્ટમાં થયેલી પીટીશનના સુખદ નિવેડા બાદ ચૂંટણી લડેલા ઉમેદવારોએ પોતાને મળેલા મત અને પરિણામ જાહેર કરવા અંગેની દાદ માગતી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં પીટીશન કરતા આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર વર્ષ ૨૦૧૭-૧૮ની ચૂંટણી પણ ફરી વિવાદ સાથે ઘોચમાં પડે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
રાજકોટ બાર એસોસિએશનની વર્ષ ૨૦૧૬-૧૭ની ચૂંટણીના પરિણામ જાહેર કર્યા વિના કે ચૂંટણી લડેલા ૧૭ ઉમેદવારોને વિશ્ર્વાસમાં લીધા વિના જ પીટીશનર અને બાર એસોસિએશનના હોદેદારો વચ્ચે સમાધાન થયાનો ગણગણાટ કોર્ટ સંકુલમાં ઘણા સમયથી શ‚ થયો હતો અને હાઇકોર્ટની સિંગલ બેન્ચના આદેશને પડકારવા ડિવિઝન બેન્ચમાં વધુ એક પીટીશન દાખલ કરવામાં આવતા ફેબ્રુઆરીમાં બાર એસોસિએશનની યોજાનાર ચૂંટણી સામે અનિશ્ર્ચિતા સેવવામાં આવી રહી છે.
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સ્પષ્ટ સુચના હોવા છતાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા વન બાર વન વોટ મુજબની મતદાર યાદી તૈયાર ન કરી ચૂંટણી યોજતા એડવોકેટ હેમલ ગોહેલ દ્વારા હાઇકોર્ટમાં વન બાર વન વોટ મુજબ ચૂંટણી યોજવામાં આવી ન હોવા અંગે પીટીશન દાખલ કરી નિયમ મુજબ ચૂંટણી યોજવા દાદ માગી હતી. હાઇકોર્ટ દ્વારા મતદાન યોજવાની છુટ આપી હતી પણ પરિણામ જાહેર ન કરવા અને મતપેટી સીલબંધ રાખવાનો આદેશ કર્યો હતો.
એકાદ વર્ષ જેટલો સમય પસાર થઇ જતા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરનાર હેમલ ગોહેલ અને બાર એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસ વચ્ચે સમજુતી થઇ હતી. પીટીશન વિના શરતે વિડ્રો કરવાની અને મતનો નાસ કરી ફેબ્રુઆરી સુધીમાં પુન: ચૂંટણી યોજવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટના હુકમ સામે ચૂંટણી લડનાર ૧૭ જેટલા ઉમેદવારોને વિશ્ર્વાસમાં લીધા ન હતા અને પોતાને મળેલા મત તેમજ પરિણામ જાણવાનો અધિકાર હોવાનું જણાવી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં સી.એચ.પટેલ, ગીરીશ ભટ્ટ, યોગેશ ઉદાણી, જીતેન્દ્ર પારેખ, સુમીતાબેન અત્રી, ધર્મેશ, અજય પીપળીયા, દુર્ગેશ ધનકાણી, જયકૃષ્ણ છાટબાર, ભાવેશ મકવાણા, નિકુંજ ભટ્ટ, નરેન્દ્રસિંહ જાડેજા, નંદકિશોર, કિશોર ચૌહાણ, અજય જોબનપુત્રા અને ઉર્મિલ સહિતના ઉમેદવારોએ પીટીશન દાખલ કરી છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટીશ સુભાષ રેડ્ડી અને જસ્ટીશ વિપુલ પંચોલીની ડિવિઝન બેન્ચમાં સુનાવણી શ‚ થઇ છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, રાજકોટ બાર એસોસિએશન અને પીટીશનર હેમલ ગોહેલને જ‚રી જાણ કરી તા.૯ જાન્યુઆરીએ હાઇકોર્ટમાં હાજર રહી અને મતનો નાસ ન કરવો અને યથાવત સ્થિતી જાળવી રાખવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટમાં પીટીશનર વતી યતિન ઓઝા, પ્રતિક જસાણી અને નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા છે.