બકુલ રાજાણી અને જિગ્નેશ જોશી રીપીટ : સમરસ પેનલના જોઇન્ટ સેક્રેટરી દવે, ટ્રેઝરર રક્ષિત કાલોલા અને લાઈબ્રેરી સેક્રેટરી સંદીપ વેકરીયા વિજેતા: કારોબારી એકટીવ પેનલમાં ધવલ મહેતા જ્યારે સમરસ પેનલના 8 વકીલોનો વિજય
રાજકોટ બાર એસો.ની આજે મોચી બજાર સ્થિત સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં સવારે 9 વાગ્યાથી મતદનમા વકીલોએ ઉત્સાહભેર મતદાન કરી વન બાર વન વોટ મુજબ નોંધાયેલ 2726 મતમાંથી 1816 મત પડ્યા હતા.અને મોડી સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને રાત્રે જાહેર થયેલા પરિણામોમાં પેનલો તૂટી હતી જેમાં એકટીવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી અને સેક્રેટરી જિગ્નેશ જોષી રીપીટ થયા છે. જ્યારે સમરસ પેનલના 3 હોદ્દેદારો અને મહિલા સહિત 8 કારોબારી વિજેતા બન્યા અને એકટીવ પેનલના એક માત્ર ધવલ મહેતા કારોબારી સભ્ય પદે વિજય બન્યા છે .
વધુ વિગત મુજબ રાજ્યના તમામ એસો.ની ચૂંટણીના આજે યોજાયેલા મતસનમાં પ્રમુખ સહિત 6 હોદાઓ માટે 13 અને મહિલા સહિત 9 કારોબારી સભ્યોમાં 31 વકીલોએ ઝંપલાવ્યું હતું ત્યારે ઉપપ્રમુખ પદે ચૂંટણી પૂર્વે ઇન્દ્રસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા હતા અને એકટીવ પેનલ અને સમરસ પેનલ મુખ્ય જંગ હતો. જેમાં વર્તમાન પ્રમુખ વચ્ચે કાટે કી ટક્કર સમાન ચૂંટણીના પ્રચાર-પ્રસાર કરાયા હતા. અને આજે યોજાયેલી ચૂંટણીનાં મતદાનના 2726 પૈકી 1716 મતદારોએ મતદાન કર્યું હતું
https://www.facebook.com/abtakmedia/videos/791849497925651/
બપોરે 3:30 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીનાં પરિણામોએ અપસેટ સર્જાયા હતા.ભાજપ પ્રેરિત સમરસ પેનલના પ્રમુખ અને સેક્રેટરીની કારમી હાર થઈ હતી . જ્યારે એકટીવ પેનલમાં પ્રમુખ પદના ઉમેદવાર વર્તમાન પ્રમુખ બકુલભાઈ રાજાણી જંગી લીડથી જીત હાસલ કરી છે.જ્યારે સેક્રેટરીમાં વર્તમાન સેક્રેટરી જિગ્નેશ જોષી તેના પ્રતિસ્પર્ધીને જયેશ બોધરને 89 મતથી હાર આપી છે જોઇન્ટ સેક્રેટરીમાં એકટીવ પેનલમાં કેતન દવે, ટ્રેઝરરમાં ડી.બીબગદા સામે એકટીવ પેનલમાં રક્ષીત કલોલાએ 400થી વધુ ખાતેથી વિજય મેળવ્યો છે. અને લાઈબ્રેરી સેક્રેટરીમાં નિરવ પંડ્યા સામે સંદીપ વેકરીયા વિજયી થયા છે. મહિલા કારોબારી સહિત 10 સભ્યોમાં 31 ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું.જેમાં એકટીવ પેનલના એક માત્ર ધવલ મહેતા જાયન્ટ કીલર જાહેર થયા છે.જ્યારે સમરસ પેનલના મનીષ આચાર્ય, વિવેક ધનેશા, પંકજ દોંગા ,કૈલાશ જાની ,અજય પીપળીયા ,વિજય રૈયાણી,પિયુષ સખીય અને રેખાબેન તુવર સહિતનાએ જીત પ્રાપ્ત કરી છે. વિજેતા ઉમેદવારોએ ટોલ-નગારા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.આજની યોજાયેલી બાર એસો.ની ચુંટણીમાં ભૂતકાળની ચૂંટણીનાં બદલો લેવાની ચર્ચાઈ રહ્યું છે