આ વખતની ચૂંટણી પેનલને બદલે વ્યક્તિ ધોરણે લડાઈ તેવી શકયતા
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના ઢોલ ઢબુકતા ચૂંટણી લડવા મૂરતિયાઓ મેદાનમાં આવી રહ્યાં છે. જેમાં આ વર્ષની ચૂંટણીમાં પેનલને બદલે વ્યક્તિગત નામ પર ચૂંટણી લડાઈ તો નવાઈ નહીં.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા “વન બાર વન વોટ મુજબ રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી એકી તારીખે તા.૨૧ ડિસેમ્બરના રોજ યોજવાની જાહેરાત બાદ પ્રમુખ સહિતના હોદા અને કારોબારી સભ્યમાં ઉમેદવારો નોંધવા નગનાટ ઈ રહ્યો છે.
આજે કોર્ટ કમ્પાઉન્ડ ખાતે પ્રમુખપદના ઉમેદવાર તરીકે પિયુષ શાહના સર્મનમાં ટી-પાર્ટીનું વકીલોએ આયોજન કર્યું હતું. જેમાં બારના બે પૂર્વ પ્રમુખ અને બીસીજીના પૂર્વ ચેરમેન અને હાલના સભ્ય સહિત સિનિયર-જૂનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યાં હતા.
બાર એસોશીએશનની આગામી ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવાર પિયુષભાઈ શાહના સર્મનમાં રાજેન્દ્રસિંહ ગોહીલ તા તુષારભાઈ બસલાણી દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં ટી-પાર્ટીનું આયોજન કરેલું જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વકીલોએ હાજર રહી પ્રમુખ પદના ઉમેદવાર પિયુષભાઈ શાહને હર્ષભેર આવકારેલા છે અને આ કાર્યક્રમમાં સિનીયર એડવોકેટ દિલીપભાઈ પટેલ, અનિલ દેસાઈ, કમલેશ શાહ, સંજય વ્યાસ, રૂપરાજસિંહ, પરેશ મારૂ, અર્જૂન પટેલ, જે.એફ.રાણા, મનીષ ખખ્ખર, મુકેશભાઈ દેસાઈ, જયુભાઈ શુકલ, પ્રકાશસિંહ ગોહિલ, શ્યામલ સોનપાલ, અશ્વિનભાઈ ગોસાઈ, બિપીનભાઈ ગાંધી, રાજેશભાઈ મહેતા, યોગેશભાઈ ઉદાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ જોષી, ધિમંતભાઈ જોષી, ઈન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, હરેશભાઈ પરસોંડા, નયનભાઈ વ્યાસ, એન.ડી.ચાવડા, અશ્વિન મહાલીયા, ભરતભાઈ હીરાણી, ડી.બી.બગડા, એ.ટી.જાડેજા, એલ.જે.રાઠોડ, નિલેશ પટેલ, સંજય બાવીશી, ગોપાલ ત્રિવેદી, કિરીટ નકુમ, નિવીદ પારેખ, હિમાંશુ પટેલ સહિત અનેક જુનીયર-સિનીયર વકિલો મોટી સંખ્યામાં હાજર રહેલ.