પ્રવર્તમાન સ્થિતીને ઘ્યાને લઇ
કમલેશભાઇ મહેતાનું બારનું કાયમી સભ્ય છીનવી લેવામાં આવ્યું: ચાર મહત્વ નિર્ણય લેવાયા
રાજકોટ બાર એશોસીએશનની જનરલ બોર્ડ ની મીટીંગમા વર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ કમીટીની રચના કરવામાં આવી છે. રાજકોટ બાર એશોસીએશનની જનરલ બોર્ડ તા. 19ને સોમવારના રોજ મળેલી હતી. જેમા વિશાળ સંખ્યામા બાર એશોસીએશન ના સીનીયર જુનીયર વકીલો ઉપસ્થીત રહેલા હતો. આ જનરલ બોર્ડમાં 4 મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયેલ હતો અને 3 ઠરાવ થયેલા હતા. જેમાં પ્રથમ ઠેરાવમા કમલેશભાઈ મહેતાનો બાર એશોસીએશનનું સભ્ય પદ કાયમી ધોરણે રદ કરવામાં આવેલું હતુ. કમલેશભાઈની બાર એશોસીએશનના અન્ય વકીલ સભ્યો સાથેની વર્તુર્ણકને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામા આવેલી હતી. તેમજ અન્ય અરજીઓ ઉપરથી બીજો એવો ઠરાવ કરવામાં આવેલો હતો કે બાર એશોસીએશનના કોઈ પણ સભ્યો એ કોર્ટમાં ચાલતા કેસમા રોકાયેલા જુના એડવોકેટો નો ઓબજેકારા કરાવી અને બાદ જ સદરહુ કેસમાં પોતાનું વકીલાત નામુ રજુ કરવુ. તે પણ ઠરાવ કરવામાં આવેલો છે.
બાર એશોસીએશનનુ બંધારણ પ્રવર્તમાન પરીસ્થીતીને ધ્યાને લેતા ઘણા બધા જરૂરી સુધારાઓ માંગે છે. આવા જરૂરી સુધારાઓનો સૂચીત ડ્રાફ્ટ તૈયાર કરવા રાજકોટના આર.એમ.વારોતરીયા, હેમનભાઈ ઉદાણી, મહસીભાઈ પંડયા, જયદેવભાઈ શુકલ, અનિલભાઈ દેસાઈ, બીપીનભાઈ મહેતા અને જયેશભાઈ દૌશી સહિત સીનીયર એડવોકેટોની એક કમીટી ની રચના કરવામાં આવી છે. આ કમીટી સુચીત સુધારાઓનૌ ડ્રાફટ તૈયાર કરી મોકલી આપે ત્યાર બાદ આવા સુચીત સુધારાઓ ચર્ચા વિચારણા અર્થે જનરલ બોર્ડ સમક્ષ મુકવાનું ને મંજૂર કરવામાં ઠરાવવામા આવેલું છે. બાદ એક મહાવપુર્ણ નીર્ણય લેવામાં આવેલો જેમાં તાજેતરમાં વિવિધ જજ દવારા સીનીયર જુનીયર વકીલલોને હેરાન પરેશાન કરવામા આવે છે જે સંદર્ભે વકીલઓ તરફથી બાર એશોસીએશનને લેખીતમાં ફરીયાદ મળેલી હતી.
સદરહુ જજના આવા વર્તન ડીસ્ટ્રીકટ જજ સમક્ષ અને યુનીટ જજ સમક્ષ લેખીત રજુઆત કરવાનો તથા જરૂર પડયે કોર્ટ નો બહીષ્કાર કરવાનો નીર્ણય લેવામાં આવેલો છે . આ જનરલ બોર્ડમા બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપ પમુખ સિધ્ધરાજસિંહ જાડેજા,સેક્રેટરી પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ સખીયા, ટ્રેઝરર જીતેન્દ્રભાઈ પારેખ, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ , કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ,હિરેનભાઇ ડોબરીયા, ઉપેનભાઈ ભાવસાર, વિવેકભાઈ સાતા, નૈમીષભાઈ પટેલ, કિશનભાઈ રાજાણી, મનીષભાઈ પડવા મૌનીષભાઈ જોષી,ચેતનાબેન કાછડીયા અને સીનીયર જુનીયર વકીલઓ તથા બહેનો હાજર રહેલા હતા.