બાર એસોસિએશનની આગામી વર્ષ 2023-24ના વર્ષની 22 ડીસેમ્બર 2022 ના રોજ યોજાનારી ચુંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ફોર્મ ભ2ી અને દાવેદા2ી નોધાવી હતી. જેની સામે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પ્રમુખ પદ માટે અને સેક્રેટરી પદ ઉપર સુમિત વોરાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા બંને ઉમેદવારોને સીનીય2 જુનીયર વકીલોએ હાજરીમાં કોર્ટ કંમ્પાઉન્ડમાં વિજયના નાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સેક્રેટરી પદમાં સુમિત વોરાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી: ચુંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પણ ચૂંટણી જંગના મેદાનમાં આવી છે.ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પ્રમુખ પદ માટે અને સેક્રેટરી પદ ઉપર સુમિત વોરાએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે.
બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી અતુલભાઇ દવે, કેતનભાઈ શાહ અને જયેશભાઇ અતીત સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે બહોળી સંખ્યામાં સિનીયર જુનિયર વકિલોએ ઉપસ્થિત રહી બંને ઉમેદવારોના હારતોરા કરી જીતની શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પદના હોદા ઉપર પૂર્વ પ્રમુખ બકુલ રાજણીએ દાવેદારી નોંધાવતા બાર એસોસિએશનના ચૂંટણી જંગમાં પ્રમુખ પદ ઉપર ત્રિ પાખયો જંગ જામશે બાર એસોસિએશનની ચૂંટણીના ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લે દિવસ છે.
સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો ફોર્મ ભરી ચૂંટણી મેદાનમાં જંપલાવશે તે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.
ઉપપ્રમુખમાં યોગેશ ઉદાણીએ ફોર્મ ભર્યુ
બાર એસોસિયેશનની આગામી ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે યોગેશ ઉદાણીએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા 30 વર્ષથી વકીલાત કરતા યોગેશ ઉદાણી વકીલોમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે. ક્રિમિનલ બારમાં તેમજ લીગલ સેલમાં જુદા જુદા હોદા ઉપર રહી ચૂકેલા યોગેશ ઉદાણીને સિનિયર તથા જુનિયર વકીલો દ્વારા અભિનંદન સાથે સમર્થન આપવામાં આવી રહ્યું છે.