BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો-વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થના ને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન અપાશે.
તા.૨૧/૦૨/૨૦૧૮, બુધવારના રોજ કાલાવાડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ દરમ્યાન પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ યોજાશે જે અંતર્ગત પ્રેરણાદાયી પ્રદર્શન, વૈદિક પૂજનવિધિ, પૂ.અપૂર્વમુનિ સ્વામીનું ‘5 P FOR 5 STAR STUDENTS’ પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય અને વિડીયો શો દ્વારા ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનું સાચું માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવશે.
આ સમારોહમાં રાજકોટનાં ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના મિત્રો સહિત પધારવા હાર્દિક નિમંત્રણ છે.