અંગ્રેજીમાં એક કહેવત છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. ભારતીય સંસ્કૃતિએ આ કહેવતને આજે સાચા અર્થમાં સાર્થક કરી છે. અને એના સાર્થકતા આજે માત્ર ભારત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. જેનું સફળ ઉદાહરણ છે વિશ્વ યોગ દિવસ. આજે ભારતના ગૌરવમાં વધારો કરતી 8માં વિશ્વ યોગ દિવસની હોંશભેર ઉજવણી કરી હતી. રાજકોટ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત આજે સમગ્ર રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારો યોગમય બન્યા હતા.

WhatsApp Image 2022 06 21 at 12.20.04 PM

“આંતર-રાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અન્વયે રાજકોટ શહેરની શાળાઓ, સામાજિક સંગઠનો અને વિવિધ સંસ્થાઓએ ધ્યાન – યોગાસનો કરીને સકારાત્મકતાનો સંચાર મેળવ્યો હતો. રાજકોટની સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હરહંમેશા અગ્રેસર રહેતી   કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કુલની 800 દિકરીઓએ સામુહિક યોગ, આસન, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમ કરીને વાતાવરણને ઉર્જિત કર્યું હતું. ખાસ કરીને 7 વર્ષની દીકરી ભક્તિ વેકરીયાએ ભારતીય સંસ્કૃતિના ઋષિ પરંપરાગત યોગની યાદ અપાવતાં અદભૂત યોગાસનો કરીને આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ  આચરતી ઈતિ  આચાર્યની  ઉક્તિને સાર્થક કરીને આચાર્ય જયશ્રીબેન વેકરીયા અને તેમની શિક્ષકોની ટીમે યોગાસનો કર્યા હતા.

43

આ ઉપરાંત આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ ખાતે 30 થી 40 બહેનોની ટીમે યોગ દિવસની ઉજવણી  કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ટીમને હેન્ડલ કરતાં અરૂણાબેન સાંચલા રોજ સવારે 6 થી 7 રેગ્યુલર યોગાસનો કરાવે છે. જેમાં 18 થી લઈને 79 વર્ષની ગૃહિણીઓ જોડાયેલી છે. તેમજ જલસા ગ્રુપના 125 થી વધુ સિનિયર સિટિઝનએ યુવાઓને ટક્કર દેતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી. આમ વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈન્ડીયાના સંકલ્પને પૂર્ણ કરવા રાજકોટ અને રાજકોટવાસીઓ યોગમય બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.