બેંકની ડિપોઝીટમાં રૂ.૪૬૮ કરોડનો વધારો: ૩૯૦૫ કરોડનું ધિરાણ: જિલ્લા બેંક ઝીરો નેટ એનપીએ જાળવી રાખ્યું
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે વર્ષ ૨૦૧૬-૧૭માં નફામાં ૩૫ ટકાના વધારા સાથે ‚ા.૧૦૨ કરોડનો નફો કરીને નવુ સિમાચિન્હ કાયમ કરેલ છે. સાંસદ વિઠલભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેકટરો અને સ્ટાફના પ્રયત્નોના કારણે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક વિકાસની હરણફાળ જાળવી રાખી દેશભરની જીલ્લા સહકારી બેંકોને પણ નવો રાહ ચિંધ્યો છે.
બેંકની આર્થિક પ્રગતિ
વર્ષ દરમ્યાન ડિપોઝીટમાં ૪૬૮ કરોડના વધારા સાથે ‚ા.૩૯૦૫ કરોડ, ધિરાણો ‚ા.૩૦૭૭ કરોડ, રોકાણોમાં ૫૫ કરોડના વધારા સાથે ‚ા.૧૫૬૯ કરોડ, શેર ભંડોળમાં ૧૭ કરોડના વધારા સાથે ‚ા.૬૬ કરોડ, અનામત ભંડોળમાં ૨૧ કરોડના વધારા સાથે ‚ા.૩૬૩ કરોડએ પહોંચેલ છે. બેંકની વસુલાત ૯૯% ઉપર થયેલ છે. છેલ્લા ૨૩ વર્ષથી વસુલાત ક્ષેત્રે રાજયમાં પ્રથમ નંબર આ બેંકએ જાળવી રાખેલ છે તેમજ બેંકનું નેટ એનપીએ ૦ % છે.
બેંકના ચેરમેન અને સહકારી નેતા વિઠલભાઈ રાદડિયાએ જણાવેલ કે, રાજકોટ જીલ્લા સહકારી બેંકે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ખેડૂતોને ‚ા.૧૯૧૫ કરોડનું કે.સી.સી.ધિરાણ કરેલ છે જે ધિરાણમાં ખેડૂતોને ૦ (ઝીરો) ટકા વ્યાજ પડતર થાય તે માટે વ્યાજ રીબેટ આપવા આયોજન કરેલ છે. આ ઉપરાંત ઈતિહાસમાં પ્રથમ વખત અને દેશમાં પણ સૌ પ્રથમ વખત ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે કે.સી.સી. ધિરાણ સામે બે લાખ ખેડૂતોએ ભરવાની થતી પાકવિમાના પ્રિમીયમની કુલ રકમના ૫૦ ટકા રકમ આપવા જ‚રી પ્રોવિઝન કરી રાજકોટ જીલ્લાના ખેડૂતોની પડખે બેંક ઉભી રહી છે.
આ ઉપરાંત ખેડૂતોને તેના મહામુલી ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા પ્રોત્સાહન આપવાના હેતુથી સરકાર દ્વારા અપાતી ૨૫ ટકા સબસીડી ઉપરાંત ડિસ્ટ્રિકટ બેંક તરફથી વધારાની પાંચ ટકા સબસીડી આપવામાં આવે છે. વર્તમાન ડીઝીટલ યુગમાં ખેડુતો પાછળ ન રહે તે માટે જીલ્લા બેંક તરફથી નાબાર્ડના સહયોગથી ૯૮ ગામમાં નાણાકીય સાક્ષરતા અંગેના યોજી ૪૦ હજાર ખેડૂતોને ‚પે કાર્ડ ઈસ્યુ કરી ડીઝીટલ વ્યવહાર તરફ વાળવા પ્રોત્સાહન પુ‚ પાડયું છે.
બેંક સાથે જોડાયેલ ખેડૂત સભાસદોનો બેંક તરફથી ‚ા.૧૦.૦૦ લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે અને તેનું તમામ પ્રિમીયમ બેંકે ભરેલ છે. આ બેંક સાથે જોડાયેલ ખેડૂતો તથા ગ્રાહકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે પીએમજેજેબીવાય, પીએમએસબીવાય, એપીવાય હેઠળ જોડવામાં આવે છે. જેમાં હાલ ૧.૦૦ લાખ જેટલા ગ્રાહકોને કવર કરેલ છે. તેમજ પાનકાર્ડ ઈસ્યુ કરવા અંગેની પણ બેંક કામગીરી કરે છે.
ખેડૂત સભાસદોને મેજર રોગની સારવારમાં થયેલ ખર્ચ સામે ‚ા.૫૦૦૦/- સુધીની સહાય ચુકવવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૨૭૭૭ ખેડૂત સભાસદોને આવી સહાય ચુકવેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬ ના મધ્યમ મુદત ખેતી ધિરાણોમાં ૧ ટકા વ્યાજ સહાય ચુકવવામાં આવેલ છે.
આ બેંકની તમામ ૧૮૬ શાખાઓ સીબીએસ નેટવર્કથી જોડાયેલ છે. જેથી દરેક શાખામાં ઈન્ટર બ્રાંચ નાણાકીય વ્યવહાર કરી શકે છે, બેંક મારફત ‚પે ડેબીટ કાર્ડ, ‚પે કિશાન કાર્ડ, એટીએમ, માઈક્રો એટીએમ, આરટીજીએસ, એનઈએફટી, એસ.એમ.એસ. એલર્ટ સુવિધા, આધાર લીકેજ ખાતાઓની સુવિધા શ‚ કરેલ છે.
આ બેંકની મુખ્ય કચેરીમાં આધુનિક બિલ્ડીંગમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તથા રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત ૬૯ શાખાઓમાં બેંકની માલિકીના મકાનો છે. જયારે ૯૨ શાખાઓમાં લોકર ઓપરેટીંગની સુવિધા છે. આ બેંકની આવી નમુનેદાર કામગીરીનો અભ્યાસ કરવા દેશની અન્ય જીલ્લા સહકારી બેંકો આ બેંકની મુલાકાત લઈ ખૂબ જ પ્રભાવિત થાય છે. જેમાં આ બેંકના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકનો તમામ સ્ટાફ અભિનંદનને પાત્ર છે