- ખ્યાતનામ ગુજરાતી એકટ્રેસ પુજા જોશી દ્વારા કરાયું લોન્ચીંગ: નવા ફોનમાં અનેક વિશેષતાઓ
- લેટેસ્ટ ટેકનોલોજીવાળા મોબાઇલ વાપરવાનો શોખ ધરાવતા લોકો માટે આનંદના સમાચાર છે શાઓમી દ્વારા શાઓમી-14 સીવી કંપનીના લેટેસ્ટ ફોનનું ગઇકાલે પુજારા ટેલીફોન ખાતે ધમાકેદાર લોન્ચીંગ કરાયું હતું.
- શાઓમીએ ભારતમાં સીવી સીરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શાઓમી 14 સીવી કંપનીનો લેટેસ્ટ ફોન છે, આ નવા સ્માર્ટફોનનું રાજકોટમાં પુજારા ટેલીકોમ ખાતે ગુજરાતી એકટ્રેસ પુજા જોશીની ઉ5સ્થિતિમાં ભવ્ય લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
શાઓમી-14 સીવી ફાઇવ-જી લોન્ચીંગ પ્રસંગના સાક્ષી બનવા માટે ર00 થી વધુ ચાહકો એકઠા થયા હતા. આ ઉપરાંત ચીફ ગેસ્ટ તરીકે આશિષ સાગર, મેહુલ પોપટ તથા શાઓમી ટીમના સભ્યો ઉ5સ્થિત રહ્યા હતા. આ પૂર્વે પુજારા ટેલીકોમના ચેરમેન યોગેશભાઇ પુજારાએ આવકાર આપ્યો હતો.પુજા જોશીના હસ્તે લોન્ચ થયેલા શોઓમી-14સીવી ફાઇવ-જી ફોન મેળવવા માટે ચાહકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. શાઓમીના આ હેંડ સેટમાં 3ર એમ.પી. ડયુઅલ ફ્રન્ટ કેમેરા અને પ0 મેગાપિકસલનો રિયલ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
કંપની આ ફોન ફોટોગ્રાફી પ્રેમીઓ માટે લાવી રહી છે. આ જ કારણ છે કે કંપનીએ આ સ્માર્ટફોનમાં શાનદાર કેમેરા આપવા માટે લાઇકા સાથે ભાગીદારી કરી છે. ફોનમાં આ કેમેરા બ્રાન્ડના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પુજારા ટેલીકોમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 375 થી વધુ સ્ટોર્સ સાથે પશ્ર્ચિમ ભારતમાં અગ્રણી અને સૌથી વિશ્ર્વસનીય મોબાઇલ અને ટેક રિટેલર તરીકે વિખ્યાત છે. શાઓમી અને પુજારા ટેલીકોમ મજબુત ભાગીદારી ધરાવે છે અને આ લોન્ચ માટે તેમના જોડાણને વધુ મજબુત બનાવ્યું છે.
ફોનમાં કેમેરો, ડિસ્પ્લે અને પ્રોસેસર બધા ફોનથી અલગ છે: આશીષ સાગર
અબતક સાથે વાતચીત કરતા આશીષ સાગરે જણાવ્યું કે સાવમીએ સાવમી 14 સીવી ફોન લોન્ચ કર્યો આ ફોનમા કેમેરોની ખાસીયત છે. સાવમી એ લાયકા સાથે કોલાબીલેટ કરી ફોન ડેવલોપ કર્યો. ફોનમાં ડયુઅલ કેમેરા છે. 32+32 કેમેરા છે. આ ફોનમાં ડિસ્પ્લેમાં 1.5 કોલ્ડકાવ એટલે બધી બાજુ કર્વ ડિસ્પ્લે આવેલ છે. પ્રોસેસર સ્નેપડ્રેગન 85જેનું આપેલ છે. આ ફોન જો પ્રિબુક કરાવશે તો બ્રાન્ડની ઓફર અને પુજારાની બંને ઓફર મળશે. અને ઓફમાં 3000ની સ્માટ વોચ ફ્રિ મળશે.
ફોનની ખાસીયત એ તેનો કેમેરો છે: પૂજા જોશી
અબતક સાથે વાતચીત કરતા પૂજા જોષીએ જણાવ્યું કે પૂજારા સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છે. સાવમી ફોન ખૂબજ સારો છે. વજનમાં હલકો છે. ફોનમાં સેલ્ફી ખુબ સારી આવે છે. જેમેરામાં વાઈટ લેન્સથી પોપરેટ લેન્સ બધુ જ છે. રાજકોટ મારૂ મનગમતું શહેર છે. રાજકોટના લોકો અને વાનગી ખુબજ ગમે છે.