- કોંગ્રેસ દ્વારા અપાયું અડધો દિવસ બંધનું એલાન: અગ્નિકાંડના દિવંગતોને શ્રઘ્ધાંજલી આપવા બંધમાં જોડાવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલની અપીલ
રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડમાં ર7 લોકોના મોત નિપજયા છે. ગત રપમી મેના રોજ સર્જાયેલી આ ઘટનાની પ્રથમ માસિક પુર્ણ તીથી નીમીતે આવતીકાલે કોંગ્રેસ દ્વારા અડધો દિવસ માટે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટાચારયુકત શાસનને પરિણામે ગત રપ, મે ના રોજ ટી.આર.પી. ગેમ ઝોન ખાતે અત્યંત દુ:ખદ ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુ:ખદ ઘટનાની પ્રથમ માસિક અશ્રુભીની તીથીએ રાજકોટના વેપારીઓ, શાળાઓ, દુકાનો સહિત બંધ પાળીને દિવંગતોના આત્માને શ્રઘ્ધાંજલી પાઠવશે. આ બંધના એલાનમાં જોડાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ – સાંસદ શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસ પક્ષના વિધાનસભાના ઉપનેતા ધારાસભ્ય શૈલેશભાઇ પરમાર, કોંગ્રેસ પક્ષના વિધાનસભાના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અઘ્યક્ષ લાલજીભાઇ દેસાઇ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઇ મેવાણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, લલીતભાઇ કાગથરા અને ઋત્વિકભાઇ મકવાણાએ અપીલ કરી છે.કોંગ્રેસના આગેવાનોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે ભયાનક અગ્નિકાંડ ઘટનામાં નાના કર્મચારીઓને સકંજામાં લઈ સરકાર મોટા મગરમચ્છોને છાવરવામાં આવી રહ્યા છે.ત્યારે સૌ સાથે મળી ન્યાયની લડત નહીં લડીએ તો આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ શાસકો દ્વારા આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહેશે.પીડિતોને કયારેય ન્યાય મળતો નથી. તપાસ સમીતી માત્રને માત્ર ખોટા અહેવાલો સોંપે છે. રાજય સરકાર દ્વારા પણ જવાબદારો સામે પગલા લેવામાં આવતા નથી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નીકાંડની ઘટનાના પડઘા છેડ દિલ્હી સુધી પડયા છે. ગત શનિવારે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ વીડીયો કોન્ફરન્સના માઘ્યમથી અગ્નિકાંડના પીડીતો સાથે વાતચીત કરી હતી. તેઓને સાંત્વના પણ આપી હતી.દરમિયાન આજે સવારે પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદને સંબોધી આવતીકાલે કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજકોટ બંધના એલાનમાં જોડાવવા વેપારીઓને અપીલ કરી હતી. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિ કાંડની ઘટનાથી રાજયવાસીઓના હૈયા માસિક પૂણ્યતિથીએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા શહેરભરમાં પત્રિકાઓનું વિતરણ કરાયું છે. લોકોને સ્વયંભુ બંધમાં જોડાવવા અપીલ કરાય છે.