પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિઘ્ધ કર્યું જાહેરનામું
28મી ફેબ્રુઆરી 2022 સુધી જાહેરનામું અમલમાં રહેશે
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડતા રાજકોટ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્ડિંગ માં આવેલ સરકારી કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષક કચેરી, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય કચેરી, સિવિલ હોસ્પિટલ, શહેર મહાનગર પાલિકાની કચેરી, ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, શહેર તથા તાલુકા મામલતદાર કચેરી વગેરે કચેરીઓ કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં સરકારી કામ માટે આવેલા હોય, કામ કરતા હોય તેવા, અથવા વ્યાજબી કામે આવેલા હોય તે સિવાયના અન્ય અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરવા જેવી પ્રવૃત્તિ કરી રહ્યા હોઈ તેઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાની અવધિ તા. 1-1-2022 થી તા. 28-2-2022 સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે.