સોમવારે બાલસભ્યો તેમજ શહેરના 16 વર્ષ સુધીનાં બાળકો કરી શકશે રાઈડસ સવારી
બાળકોના પ્રિય એવા ચાચ નહેરૂ નાં જન્મદિન એટલે કે 14 નવેમ્બર બાળદિન બાળકોને હર્ષ – ઉમંગ આપીને ઉજવવાથી વિશેષ ભેટ નહેરૂજી માટે કદાચ બીજી ન હોય શકે . એટલે જ બાલભવન દ્વારા દર વર્ષે બાળદિન નિમીતે બાળકોને ફી રાઇડસની સૌગાત આપવામાં આવે છે . આ વર્ષે પણ બાલભવનમાં 16 વર્ષ સુધીનાં બાળકો એન્ટ્રી , બેબી ટ્રેઇન , દેડકા રાઇડસ અને ટોરાટોરા રાઇડસમાં વિનામૂલ્યે બેસીને મજા માણી શકે , તેવી વ્યવસ્થા બાલભવન રાજકોટનાં મંત્રી મનસુખભાઇ જોષી તેમજ ટ્રસ્ટી ડો . અલ્પનાબેન ત્રિવેદી ( હેલીબેન ) દ્વારા તા . 14-11 ને સોમવારનાં રોજ સાંજે 5 થી 8 દરમ્યાન કરવામાં આવી છે.
આ રાઇડસ તથા પ્રવેશ માટેનાં પાસ સોમવા 2 સાંજે 5:00 કલાકથી બાલભવનની પ્રવેશ બારી પરથી મેળવી શકાશે . આપણાં દેશનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ નાં જન્મદિને વધુ માં વધુ બાળકો આ ફ્રી રાઇડસની મજા માણે અને બાળદિન સાચા અર્થમાં સાર્થક થાય તે હેતુસર બાલસભ્યો સાથે શહેરનાં તમામ 16 વર્ષ સુધીનાં બાળકોને લાભ લેવા બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ ની યાદીમાં જણાવવામાં આવે છે .