અબતક, રાજકોટ
શહેરના રૈયા રોડ વિસ્તારમાં શિવ પરા શેરી નંબર ૫ માં આવેલા મકાનમાં ગેરકાયદે ચાલતા પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના ગુનામાં ઝડપાયેલા મહિલા સહિત ત્રણ શખ્સોની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી. જ્યારે એક મહિલાની આગોતરા જામીન અરજીનો ચુકાદો મુલતવી રાખ્યો છે. વધુ વિગત મુજબ હવે રોડ પર આવેલા શિવપરા શેરી નંબર ૫ માં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ થતું હોવાની એસ.ઓ.જીને મળેલી બાતમીના આધારે સ્ટાફે ડમી ગ્રાહક મોકલીને પરીક્ષણ અને પૂર્ણ હત્યાના પર્દાફાસ કર્યો હતો. પાકિસ્તાન પોલીસે સરોજબેન ડોડીયાની ધરપકડ કરી વાયરલેસ સોનોગ્રાફી મશીન કબજે કરવામાં આવ્યું હતું. વાયરલેસ સોનોગ્રાફી મશીન કબજે કરવામાં આવ્યું હતું. ઝડપાયેલ મહિલાની પ્રાથમિક પૂછપરછમાં સોનોગ્રાફી મશીન અજય દેવરાજ અને ભૌતિક હિંમતલાલ નામના શખ્સ પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી હતી.
તપાસ પૂર્ણ થતા મહિલા સહિત ચાર શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેલ હવાલે રહેલા મહિલા સહિત ત્રણે જામીન પર છુટવા અને ત્રીપલમાં ચાલે આયે પોલીસ ધરપકડની દેહસતથી આગોતરા જમીન અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જેમાં બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ સરકાર પક્ષએ જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરા હાજર રહી દલીલમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ધડેલા કાયદામાં જન્મ સમયે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રેશિયો ચિંતાજનક સ્તરે ઘટે છે. આ કારણે સગર્ભાનું જાતિ પરીક્ષણ કરી ગર્ભપાત કરવામાં આવે છે. આથી સોનોગ્રાફી મશીનના ઉત્પાદન અને ઉપયોગને સખત નિયંત્રણમાં રાખવા માટે અત્યંત જટિલ નિયમો બનાવેલા હોય ત્યારે આ કેસના આરોપી ગેરકાનૂની રીતે સોનોગ્રાફી મશીન મેળવી સ્ત્રીભૂણની હત્યા કરવાની અનેક સવલતો પૂરી પાડે છે.
સોનોગ્રાફી મશીનથી જાતિ પરીક્ષણ હોવાનું ખુલ્યા બાદ ભ્રૂણની હત્યા કરી આપતા હોય ત્યારે આવા કૃત્યો ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબ ખૂન સમાન છે. તેમજ ઝડપાયેલા મહિલાઓ ધોરણ ૧૨ પાસ ન હોવા છતાં ગેરકાનૂની રીતે મશીન વસાવી સેક્સ જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૂણ હત્યાનું પ્રમાણ વધશે આરોપીને જામીન ઉપર તેવી રજુઆતો ધ્યાને લઇ સરોજબેન ડોડીયા, અજય ચાવડીયા અને ભૌતિક કારીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. જ્યારે હેતલબા ઝાલાની આગોતરા જામીન અરજીનો ચુકાદો મુલતવી રાખ્યો છે.