રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત સીટી બસ તથા બી.આર.ટી.એસ.ની એસી બસના ભાડામાં વધારો કરાયો છે. આજથી આ નવો ભાવ વધારો અમલી થયો છે. આ ઉપરાંત બી.આર.ટી. બસ સ્ટેશન ખાતે નવા ભાવ વધારાના બેનર પણ લગાડી દેવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરુપે રાજકોટ શહેર તથા આજુબાજુ વિસ્તારમાં બી.આર. ટી. એસ. અને સીટી બસની સુવિધા રાહત દરે પુરી પાડવામાં આવી રહી છે. શહેરના નાગરીકો દ્વારા બસ સેવાનો ખુબ જ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં એક ટીકીટથી સીટી બસ અને બી.આર.ટી.એસ.માં મુસાફરી કરી શકાય છે.હાલ બી.આર. ટી.એસ. અને સીટી બસના અનેક રૂટો પર દૈનિક હજારો જેટલા નાગરીકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યાં છે.
ત્યારે આજથી રાજકોટ સીટી બસ અને બી.આર.ટી.એસ. એ.સી. બસ સેવામાં ભાવ વધારો ઝીંકાયો છે. જેમાં અગાઉ 4 રૂપિયા ના બદલે પ રૂપિયા કરાયા છે. જયારે 8.50 થી 9 રૂપિયાના બદલે 10 રૂપિયા કરાયા છે તથા વધારેમાં વધારે રૂ. ર0 કરવામાં આવેલ છે.મળતી માહીતી મુજબ આ ભાવ વધારો બસમાં થતી પરચુરણ રૂપિયાની ભેજામારી ન થાય તે માટે કરવામાં આવ્યછ છે. અને આજથી આ ભાવ વધારો અમલી બન્યો છે.