શરીરમાં વિટામીનની ઉણપના લીધે સર્જાતી સમસ્યાઓ કાકડીયા ગ્રુપની ચોકલેટથી થશે દૂર: પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો
હાલ બજારમાં જુદા-જુદા સ્વાદ, રંગ અને આકારમાં ચોકલેટસ વેંચાય રહી છે. ઉપરાંત ચોકલેટનો ફલેવર પણ દરેક વસ્તુમાં જોવા મળી રહ્યો છે.પછીએ કેક હોય, આઈસ્ક્રીમ, બિસ્કીટસ કે મીઠાઈ તમામ ખાદ્ય ચીજવસ્તુઓમાં ચોકલેટએ પોતાના સ્વાદને નંબર વન બનાવી દીધું છે. નાના બાળકોથી લઈને વડીલો, વૃદ્ધો તમામ માટે ચોકલેટ અતિપ્રિય બની છે. તેમાય નાના બાળકો તો રોજેરોજ ચોકલેટ ખાવાના આદિ હોય છે.
હાલમાં ચોકલેટ પ્રેમીઓ માટે એક આનંદના સમાચાર છે. ચોકલેટના શોખીનો માટે ભારતમાં પ્રથમ વખત રાજકોટમાંથી આયુર્વેદિક ચોકલેટનું પ્રોડકશન થવા જઈ રહ્યું છે. આયુર્વેદિક ચોકલેટ અંગે વધુ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. રાજકોટમાં આયુર્વેદિક ચોકલેટનું પ્રોડકશન શરૂ થયું છે. રાજકોટના કાકડીયા ગ્રુપ દ્વારા ભારતમાં પ્રથમ વખત આ આયુર્વેદિક ચોકલેટનું પ્રોકશન શરૂ કરાય છે. આ આર્યુવેદીક ચોકલેટમાં વીટામીન બી ૧૨ સાથે શંખ પુષ્પી, અશ્ર્વગંધા અને શતાવરી તેમજ કેશર સહિતની આર્યુવેદિક વસ્તુઓ મિશ્રણ કરવામાં આવી છે. શરીરમાં વિટામીન બી ૧૨ની ઉણપને કારણે થતી મુશ્કેલીઓમાં શરીરના સાંધામાં દુ:ખાવો, થાક વગેરે તકલીફો પડે છે ત્યારે હવે લોકોને પોતાના શરીરની તકલીફો માટે ડોકટરની દવા નહીં પરંતુ આયુર્વેદિક કેલ્શ્યમ ભરપુર આ ચોકલેટ ખાઈ શરીરની તદુરસ્તી વધારવામાં મદદ‚પ બનશે.
ગોંડલના એક સામાન્ય ખેડુત પરીવારના પુત્ર સુરેશભાઈ શામજીભાઈ કાકડીયાએ છેલ્લા ૪ વર્ષ સુધી આ અંગે સંશોધન કર્યુ અને અંતે આર્યુવેદિક ચોકલેટ બનાવવાનો નિર્ણય લીધો ભારતમાં કરોડો લોકો કેશ્લીયમ અને વીટામીનની ખામીના કારણે અનેક રોગના શિકાર બની રહ્યા છે. ભારતમાં વિટામીનની ઉણપના કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે ત્યારે આયુર્વેદિક ચોકલેટ બાળકો અને વડીલોના શરીરમાં વિટામીનની ઉણપ દુર કરશે.
આ આયુર્વેદિક ચોકલેટમાં વિટામીન સાથે શંખપુષ્પી અને અશ્ર્વગંધા તેમજ શતાવરીનો ઉપયોગ કરાયો છે. શરીરમાં વીટામીનની ઉણપને કારણે સર્જાતી સમસ્યાઓ હવે આયુર્વેદીક ચોકલેટ ખાવાથી દુર થશે. તેમજ નાના બાળકો યાદશકિત વધારવા ખાસ શંખપુષ્પી પણ આ ચોકલેટમાં ઉપલબ્ધ છે. જેથી બાળકો પણ હવે હોશે હોશે આયુર્વેદિક ચોકલેટ આરોગ્ય પોતાની યાદશકિત વધારી શકશે. કાકડીયા ગ્રુપ દ્વારા શાપર ખાતે આયુર્વેદિક ચોકલેટ માટેનો ખાસ પ્લાન્ટ ઉભો કરાયો છે. ભારતભરમાં આ ચોકલેટનું વેચાણ કરવામાં આવશે. માત્ર ‚ા.૨૫ માં ૧૯ ગ્રામ આર્યુવેદિક ચોકલેટ હવે ટુંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ બનશે.
પત્રકાર પરિષદ સંબોધતા સુરેશભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષના સંશોધન બાદ મે આ આયુર્વેદિક ચોકલેટનું નિર્માણ કયુર્ં છે. બજારમાં મળતી અન્ય ચોકલેટની સરખામણીમાં આર્યુવેદિક ચોકલેટ હેલ્ધી સાબિત થશે. આ ચોકલેટમાં વિટામીન અને કેલ્શિયમ ભરપુર હોવાથી બાળકો બ્રેઈન વિકાસમાં ખુબ જ મદદગાર સાબિત થશે. આથી જ આયુર્વેદિક ચોકલેટને ‘ગ્રોથ’ નામ અપાયું છે. ‘ગ્રોથ’ બાળકોમાં વિટામીન ઉણપને પૂરી પાડશે. ‘ગ્રોથ’ અંગેના મેડિકલી ફાયદાઓ સમજાવતા વોકહાર્ટના જોઈન્ટ રીપ્લેશમેન્ટ સર્જન ડો.‚પેશ મહેતાએ જણાવ્યું હતું કે ‘ગ્રોથ’ વિટામીન એ અને સી ભરપુર છે. આજકાલ બાળકો ઈન્ડોર ગેમ્સને વધુ પસંદ કરતા હોવાથી સૂર્યના તડકામાં મળતા અને કેલ્યશનથી વંચિત રહેતા હોય છે. તેમજ વધુ પડતુ ટીવી જોવાથી ચશ્માના નંબર પણ મોટાભાગના બાળકોમાં જોવા મળતા હોય છે. આથી જો બાળકોને દવાને બદલે ચોકલેટમાં જ વિટામીન અને કેલ્શ્યમ પુરા પાડવામાં આવે તો બાળકનો ગ્રોથ વધુ ઝડપથી થશે. ગ્રોથ આયુર્વેદિક ચોકલેટમાં એ અને સી ભરપુર હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામને ફાયદાકારક સાબિત થશે. ‘ગ્રોથ’ આયુર્વેદિક ચોકલેટનો ગુજરાતની લેબમાં ટેસ્ટ પણ કરાવામાં આવ્યો છે. આ ચોકલેટ સંપૂર્ણ રીતે કેવીટીસ રહિત છે.