“વોકોથન” માં જોડાયા અધિકારી કર્મચારીઓ
16 નવેમ્બર 2021થી ઓડિટ જાગૃતતા દિવસની ઉજવણી તાજેતરમાં કરવાની આવી હતી, જેના ભાગરૂપે આજે સવારે એજી ઓફિસથી મુખ્ય રસ્તાઓ પરથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ત્યાંથી પરત ઓડિટવોક રાખવામાં આવી હતી. જેમાં ઓફીસના દરેક એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર જોડાયા હતા ઓડિટ જાગૃતતા દિવસની ઉજવણીનું આ બીજું વર્ષ છે. જેમાં ઓડિટ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
બિરેન પરમાર (પ્રિન્સિપલ એજી એકાઉન્ટ ઓફિસ) એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આલ્ફ્રેડ સ્કૂલ ગાંધીજીની સ્કૂલ સુધી અમે ચાલતા ગયા હતા જેમ ગાંધીજી સત્યના માર્ગે ચાલ્યા હતા. તેમ અમારી એટલે એજી ઓફિસની ડ્યુટી છે અને તેની અંદર માં કામ કરતા એકાઉન્ટ જનરલ અને તેના સ્ટાફની કે બંધારણના માર્ગે ચાલે એજી એ કોન્સ્ટિટ્યૂશનલ જવાબદારી છે, બંધારણીય હોદ્દો છે એ સંસ્થા સરકારના હિસાબો રાખવાની હિસાબોના ચકાસણી કરવાની સરકાર સુશાસન જવાબદારીપૂર્વક અને પારદર્શિતા સાથે કામ કરે તે માટે અમે અમારા ઓડિટ અને હિસાબો બનાવવા અને હિસાબો ચકાસવાની કામગીરી કરી છે અને એ નિમિત્તે વીક ઓડિટ સપ્તાહ તરીકે ઉજવીએ છીએ. ઓડિટ સપ્તાહના દરમિયાન ડિબેટ ક્વિઝ, સ્વચ્છતા અભિયાન અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇન્ટરેકશન વિથ પબ્લિક જેવી નાની નાની વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છી. જેનો મુખ્ય હેતુ એ છે કે સી.એ ની સંસ્થાનો પ્રચાર, પ્રસાર થાયસ એજીની ઓફિસની ગરીમા લોકો સુધી પોહચે તથા યુવા પેઢીને એજી ઓફિસ શું કામ કરે છે જે સામાન્ય એ પ્રશ્ન દરેકને થતો હોય છે તો એ જી ઓફિસ શું શું કામ આજે આઝાદીના 75 વર્ષ દરમિયાન શું શું કામ કરી ચૂકી છે અને એજીની સંસ્થા બન્યા તેને 160 વર્ષ થઈ ગયા છે તો આ દરમિયાન સીએજી ઓફિસે અને સીએનજી ની અંદર માં આવતા ઓડિટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ માં આશરે જે 45000 માણસો કામ કરે છે જેમાં 500 ભારતીય છે જે એકાઉન્ટ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટ તરીકે નિમાય છે અને બાકીનો સ્ટાફ સિલેક્શન કમિશનથી ભરતી થાય છે. ભારત સરકાર નિયમ અનુસાર્રપારદર્શક કામ કરે , પ્રજાના પૈસા નો યોગ્ય ખર્ચ થાય અને કામો પ્રજાલક્ષી કામો થયા છે કે નહીં તે બધું ચકાસવાનું કામ અમારા વિભાગનું છે.