Rajkot:સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતોનું અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણના આશરે 30 કટ્ટાની આવક થઇ હતી . યાર્ડના લસણના વેપારીઓને ચાઈનીઝ લસણના કટ્ટા ધ્યાને આવતા યાર્ડના ચેરમેન જાણ કરી હતી. યાર્ડના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વેપારીઓએ રજુઆત કરી હતી. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.
યાર્ડમાં લસણનો મોટો વેપાર થાય છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 44 થી વધુ જણસીઓની આવક થાય છે. સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. જેમાં યાર્ડમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. અહીં યાર્ડમાં દરરોજ 4 થી 5 હજાર લસણના કટ્ટાની આવક થતી હોય છે. આખા વર્ષ દરમ્યાન લસણની અંદાજે 8 થી 9 લાખ કટ્ટાની આવક થતી હોય છે.
આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરરાજી બંધ રાખવામાં આવી છે.ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરરાજી બંધ રાખવામાં આવી હતી.રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સીજનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવક થઇ છે.સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનો મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં આજે લસણની હરાજી બંધ થઈ ગઈ છે.